વ્યાજખોર કે હવસખોર ! કહ્યું, “પૈસા ન હોય તો તારી પત્નીને મોકલ”

209

– અકોટાના વ્યાજખોરે બિભત્સ માંગણી કરતા લોક દરબારમાં રજૂઆત કરાઈ
– પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કાર્યવાહી હાથધરી

છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વધતા જતા વ્યાજખોરોના ત્રાસને લઈ મોટાભાગના શહેરોમાં પોલીસ દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત વડોદરા શહેરમાં પોલીસ કમિશન દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં લોક દરબાર યોજી લોકોની ફરિયાદ સાંભળવામાં આવી રહી છે.ત્યારે આ ઝૂંબેશને ધ્યાને રાખી રાવપુરા પોલીસ સ્ટેશનમાં લોકદરબારમાં આયોજન કરાયું હતું.જેમાં એક વ્યક્તિ દ્વારા વ્યાજખોરોએ બિભત્સ માંગ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેને ધ્યાને રાખી પોલીસ દ્વારા વ્યાજખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગતરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે રાવપુરા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો.જેમાં રાવપુરા અને નવાપુરાના રહેવાસીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.જે બાદ રાવપુરા પોલીસ દ્વારા એક બાદ એક તમામ લોકોની અરજી લેવામાં આવી હતી.જે દરમિયાન રિતેશ પંચાલ નામના વ્યક્તિ દ્વારા પોતાની પર વિતેલી આપવિતી જણાવી હતી.તેમણે કહ્યું કે,વર્ષ 2018ની અંદર અકોટામાં રહેનાર પ્રતાપસિંહ પાસેથી રૂ.1 લાખ લીધા હતા. આ 1 લાખનું હું 15 ટકાના હિસાબે દર મહિને 15 હજાર રૂપિયા આપતો હતો. 2 વર્ષ સુધી સતત આ વ્યાજ આપ્યું છે.સાથે મૂડી પણ આપી દીધી હતી.જો કે, મારા તમામ જરૂરી કાગળીયા તેની પાસે હતા.જેની માંગણી કરતા 2 દિવસ પછી લઈ જવા જણાયું હતું.જેને લઈને 2 દિવસ બાદ કાગળીયાની માંગણી કરતા આ ભાઈ દ્વારા મારા 70 હજારનો ચેક બાઉન્સ કરીને મારા પર કેસ કર્યો છે.છેલ્લે 40 થી 50 હજાર રૂપિયા આપવાના બાકી હતા.તે સમયે પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે વ્યાજ પોસાતું ન હોવાનું વ્યાજખોરને જણાવતા તેના દ્વારા બિભિત્સ માંગણી કરવામાં આવે છે.વ્યાજખોર દ્વારા ફરિયાદી પાસે વ્યાજ અને મૂળીના બદલે તારી પત્નીને એક દિવસ મારી પાસે મોકલી દે કહેવામાં આવ્યું હતું.

વ્યાજખોર દ્વારા આ માંગણી કરતા જ હું ચિંતામાં મૂકાઈ ગયો હતો.જે બાદ તાત્કાલિક ઘર વેચીને વ્યાજખોરને પૈસા પરત આપ્યા હતા.જે બાદ તેની પાસે રહેલા ડોક્યુમેન્ટ માંગતા મારો ચેક બાઉન્સ કરીને હાલ મારા પર કેસ કરવામાં આવ્યો છે.જે બાદ 70 હજારની જગ્યાએ 20 હજારમાં નક્કી કરવામાં આવ્યા હતા.જેમાંથી 10 હજાર આપ્યા અને બાદમાં તેની પાસે આ અંગેનું લખાણ માંગ્યું હતું.જો કે, લખાણની માંગણી કરતા તેણે કેસ દાખલ કર્યો છે.જેથી લોકદરબારમાં હાલ હું અરજી કરવા આવ્યો છું.

આ અંગે DCP અભય સોનીએ જણાવ્યું કે, રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ લોક દરબારમાં ઘણી બઘી ફરિયાદો સામે આવી છે.જેમાંથી પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાંથી એક પૈસાના બદલે પત્નીને તેની પાસે મોકલવાની માંગ કરનાર આરોપી છે.જેની હાલ ધરપકડ કરવામાં આવી છે.આ આરોપીની પોતાની દુકાન છે.તે અનાજ,ચપ્પલનો વ્યવસાય કરે છે.વ્યાપારથી મળેલા પૈસાથી વ્યાજનો ઘંઘો ચલાવે છે.ઉંચા દરે વ્યાજની ઉઘરાણી કરીને માણસોને 1 થી 5 લાખના ચેક લખાવી ચેક બાઉન્સ કરીને હેરાન કરતો હતો.જેથી હાલ આ વ્યાજખોરની અટકાયત કર્યા બાદ તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

Share Now