નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2023 ગુરૂવાર : ભાજપમાંથી હાંકી મુકવામાં આવેલા નેતા નૂપુર શર્મા થોડાં દિવસ પહેલાં ઘણાં ચર્ચામાં હતાં અને હવે ફરી એક વખત તેઓ ચર્ચામાં આવી ગયાં છે.ટીવી ડિબેટ દરમિયાન વિવાદિત ટિપ્પણી કરનાર નૂપુર શર્માને હવે હથિયાર રાખવાનું લાઈસન્સ મળી ગયું છે.
દિલ્હી પોલીસના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું કે ભાજપમાંથી બરતરફ કરવામાં આવેલા નેતા નૂપુર શર્માની પાસે હથિયાર રાખવાનું લાઈસન્સ છે.નૂપુર શર્માએ પોતાના જીવનો ખતરો જણાવતા હથિયારના લાઈસન્સની અરજી આપી હતી.
કરી હતી વિવાદિત ટિપ્પણી
જૂન 2022માં એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ વિવાદિત ટિપ્પણી કરી હતી.આ ટિપ્પણી પછી દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા હતા.અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શનો પણ થયા,જે બાદ નૂપુર શર્મા વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યા હતા.આ ટિપ્પણીએ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો હતો.નૂપુર શર્માએ આ દરમિયાન જીવથી મારવાની ધમકી મળી હતી.નૂપુર શર્માને ન માત્ર ભારત પરંતુ વિદેશથી પણ મારી નાખવાની ધમકીઓ મળી હતી.માથું ધડથી અલગ કરવાની ધમકી બાદ નૂપુર શર્માની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા હતા.
ભાજપે કર્યા હતા સસ્પેન્ડ
નૂપુર શર્માના નિવેદન પછી દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા.લોકોમાં ભારે રોષ જોતા ભાજપએ તાત્કાલિક પગલાં ભરતાં નૂપુર શર્માને પક્ષના પ્રવક્તાના પદેથી બરતરફ કરવામાં આવ્યા હતા.સુપ્રીમ કોર્ટ એ પણ આ કેસ પર ટિપ્પણી કરી હતી અને નૂપુર શર્માના નિવેદન પર ખોટું ગણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી નૂપુર શર્માએ શરત વગર પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું.
નૂપુર શર્માએ અપીલ કરી હતી
સતત મળી રહેલી ધમકીઓને જોતા નૂપુર શર્માએ આત્મરક્ષા માટે હથિયાર રાખવાની અપીલ કરી હતી.શર્માએ હાલમાં જ દિલ્હી પોલીસના લાઈસન્સ મેળવવા માટે એક અરજી કરી હતી.પોતાની અરજીમાં તેમણે કહ્યું હતું કે તેમના જીવને ખતરો છે અને તેમણે આત્મરક્ષા માટે 24 કલાક બંદૂક સાથે રાખવાની જરૂરિયાત છે.પોલીસે કેસની ગંભીરતાને જોતાં નૂપુર શર્માની અરજીનો સ્વીકાર કરી લીધો છે.હવે નૂપુર શર્મા પોતાની સુરક્ષા માટે પોતાની સાથે હથિયાર રાખી શકે છે.