સુરતમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા જાણશો તો કેટલો ત્રાસ વેઠવો પડે તેનો અંદાજો આવશે

137

– વ્યાજખોરો સામે સુરત શહેર પોલીસની કાર્યવાહી
– સુરત શહેર પોલીસ દ્વારા વધુ આઠ ગુનાનો દાખલ કરવામાં આવ્યા

સુરત,તા.12 જાન્યુઆરી 2023,ગુરુવાર : છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપાડવામાં આવી છે.સુરત શહેર પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવતા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે ગતરોજ શહેર પોલીસ દ્વારા વધુ આઠ ગુનાનો દાખલ કરવામાં આવ્યા છે.જેમાં સલાબતપુરા, ઉધના,મહિધરપુરા,અલથાણમાં એક-એક અને કતારગામ અને સિંગણપોરમાં બે-બે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

વ્યાજ ખોર 1.60 કરોડના બદલામાં ૩ કરોડની ઉઘરાણી કરી

ભીમરાડ અલથાણ કેનાલ રોડ રઘુવીર સેફરોન ખાતે રહેતા અને કેનાલ રોડ ઉપર મેગન્શમાં ઓફિસ રાખી માઈ પ્રોપટીના ફર્મ નામે રીયલ એસ્ટેટની ભાગીદારીમાં દલાલીનું કામ કરતા દિનેશકુમાર ઘેલાભાઈ પરમારએ સન 2020માં ધંધા નાણાકીય જરૂરીયાત ઉભી થતા અબ્દુલ કાદીર બસીર ડાંગરાડ (રહે, ગંગાસાગર સોસાયટી ગોરાટ રોડ અડાજણ પાટીયા) પાસેથી ત્રણ વર્ષ માટે રૂપિયા 1.60 કરોડ વ્યાજે લીધા હતા.જેને ત્રણ વર્ષમાં વ્યાજ સાથે રૂપિયા 1.96 કરોડ આપવાના થતા હતા છતાંયે અબ્દુલ કાદીરે રૂપિયા ૩ કરોડની ઉઘરાણી કાઢી ધાક ધમકી આપી 20-20 લાખના 15 ચેકો લખાવી લીધા હતા.અને અવાર નવાર ઓફિસે આવી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો.દિનેશકુમારની ફરિયાદને આધારે અલથાણ પોલીસે અબ્દુલ કાદીર ડાંગરાડ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઉધનામાં વ્યખોરોએ 6.26 લાખના બદલામાં 20 લાખ પડાવી લીધા

ઉધના ગામ સવિતાસદન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઉધનામાં અક્ષર કોમ્પ્લેક્ષમાં મહાલક્ષ્મી વાસણ ભંડારના નામે દુકાન ધરાવતા મહાવીરકુમાર મદનલાલ શાહ (ઉ.વ.50)એ સન 2018માં નવરતન હિંગડે (રહે, ચંદનવન સોસાયટી ઉધના) પાસેથી વ્યાજે રૂપિયા 6,26,000 લીધા હતા.જેની સામે વ્યાજ અને મુદ્લ રકમ મળી કુલ રૂપીયા 20 લાખ ચુકવી આપ્યા હતા. છતાં નવરતન હિંગડેએ તેની પાસે આ તો ખાલી વ્યાજ આપ્યું છે.મુદ્લ ૨કમ તો બાકી છે હોવાનુ કહી વધુ પૈસાની માંગણી કરી સીક્યુરીટી પેટે આપેલા ચેક રિર્ટન કરાવી ફરિયાદ કરી ધમકી આપી વધુ પૈસાની માંગણી કરી હતી.પોલીસે મહાવીરકુમારની ફરિયાદને આધારે નવરતન હિંગડે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

કાપડના વેપારીએ પૈસા ચૂકવી દીધા બાદ યણ વ્યાજખોરોએ મિલકત પચાવી પાડી

ઉધના ઝોન ઓફિસ પાસે ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર ઝવરીમલ શેઠીયા (ઉ.વ.48) કાપડ દલાલીનું કામકાજ કરે છે.આ પહેલા તેઓ સન ૨૦૧૯સુધી રીંગરોડ ન્યુ પશુપતિ ટેક્ષટાઈલ માર્કેટમાં સુરભીના નામથી દુકાન ધરાવતા હતા.જે વખતે તેઓએ ધંધા માટે નાણાની જરૂરીયાત થતા રમેશ ગંગાવાણી પાસેથી સન 2014 થી 2017 સુધીમાં માસીક 7 ટકાના વ્યાજે રૂપિયા 27,57,800 લીધા હતા.જેની સામે રૂપિયા 38,50,000ચુકવી આપ્યા હતા.આ ઉપરાંત રમેશ ગંગવાણી તેની રાજસ્થાન ખાતે આવેલ મિલકત પણ પડાવી લીધા હતા.છતાંયે વધુ પૈસાની માંગણી કરી સીકયુટીરીટી પેટે આપેલા ચેક રિર્ટન કરાવી હરીશ રામકિશન નાંરગ મારફતે નોટિસ મોકલાવી હતી.અને પૈસા નહી આપે તો બીજા ચેકો અલગ અલગ જગ્યાએ રિર્ટન કરાવી હેરાન કરવાની ધમકી આપી હતી.પોલીસે જીતેન્દ્રકુમારની ફરિયાદને આધારે રમેશ ગંગવાણી (રહે, પ્રથમ એપાર્ટમેન્ટ સીટીલાઈટ) અને હરીશ રામકીશન નારંગ (રહે, સંજય સોસાયટી પાર્લે પોઈન્ટ) સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

મહિધરપુરામાં યુવાન પાસે દોઢ લાખ સામે વ્યાજખોરોએ ૫ લાખ માંગ્યા

વ્યાજખોરોનો દાદાગીરીએ તમામ હદ વટાવી દીધી છે ત્યારે હવે શહેર પોલીસ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.જોકે પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલા આ ઝુંબેશમાં દરરોજની દજાગલાબંધ ફરિયાદો નોંધાઈ રહી છે.નવાપુરા ગોલવાડમાં રહેતા ઉમંગ ભુપેન્દ્રભાઈ રાણા (ઉ.વ.34)એ એક વર્ષ પહેલા વિમલ મણીલાલ મોદી (રહે, નાગમણી એપાર્ટમેન્ટ મગોબ) પાસેથી રૂપિયા ૧.૫૦ લાખ ઉછીના લીધા હતા.જેની સામે રૂપિયા ૨.૫૦લાખ ચુકવી આપ્યા હોવા છતાંયે પાંચ ટકા વ્યાજના દરે રૂપિયા ૫ લાખની માંગણી કરી ધમકી આપી હતી.પોલીસે ફાયનાન્સર વિમલ મોદી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share Now