
– જાણ વગર કોલ રેકોર્ડીંગ એ ગુનો બને છે
અમદાવાદ,12 જાન્યુઆરી 2023 : મોબાઈલએ એક private device છે,જેમ તમે કોઈને પૂછ્યા વગર તેના મોબાઈલને ન અડી શકો તેવી જ રીતે તમે જયારે મોબાઈલ પર વાત કરી રહ્યા હોય તે પણ એક અંગત બાબત છે અને આ Privacy ની બાબતને ધ્યાનમાં રાખીને ફોનમાં એ ફીચર પહેલેથી જ આપવામાં આવે છે જેમાં તમને તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો હોય તો તેની જાણકારી આપવામાં આવે છે.
તાજેતરમાં દિલ્લી હાઈકોર્ટ એ એક કેસની સુનવણી દરમિયાન જણાવ્યું હતું કે કોઈના પણ કોલને તે માણસની પરમિશન વગર કે તેની જાણ બહાર ટેપ કરવું કે તેને રેકોર્ડ કરવું એ ગુનો છે,એ તે વ્યક્તિના privacyના નિયમ નો ભંગ છે.દુનિયાના ઘણા દેશોમાં ફોન રેકોર્ડીંગ એ ગેરકાનૂની છે.યુએસ,યુકે અને ઓસ્ટ્રલિયા જેવા દેશોમાં કોલ રેકોર્ડીંગ પહેલા તે વ્યક્તિની મંજૂરી લેવી જરૂરી છે. Privacyના નિયમ ને ધ્યાનમાં રાખીને ગૂગલે બનાવેલ (third party) રેકોર્ડીગ એપને બંધ કરી દીધી છે.
નવા ફોનમાં અનાઉન્સમેન્ટથી જાણ
ફોનમાં રોજ નવી નવી અપડેટ થતી રહેતી હોય છે,તે સામાન્ય વાત છે. અવનવી અપડેટ મોબાઈલના વપરાશને સરળ બનવવા માટે હોય છે.નવા ફોનમાં જ્યારે કોલ રેકોર્ડીંગ થાય ત્યારે અનાઉન્સમેન્ટથી જાણ કરવામાં આવે છે.આ અનાઉન્સમેન્ટ ફીચર જૂના ફોન માં નથી.
જુના ફોનમાં કેવી રીતે જાણવું ?
જુના ફોનમાં અનાઉન્સમેન્ટથી જાણ થતી નથી.જુના ફોનમાં કોઈ કોલ રેકોર્ડ કરી રહ્યું હોય તો ‘બીપ’ કરીને અવાજ આવે છે અથવા સતત ‘બીપ’ નો અવાજ આવે છે.એપલ યુઝર્સ ને પણ કોલ રેકોર્ડીંગ થાય તો,અનાઉન્સમેન્ટથી જાણ કરી દેવામાં આવે છે.