શું રાખી સાવંતે લગ્ન કરીને ઈસ્લામ ધર્મ અપનાવ્યો? ‘ડ્રામા ક્વિન’ના ભાઈએ ચોંકાવનારો ખુલાસો કર્યો

76

મુંબઈ : હાલના દિવસોમાં “ડ્રામા ક્વિન” રાખી સાવંત પોતાના લગ્નને ચર્ચામાં છે.હકીકતમાં રાખી સાવંતે સોશિયલ મીડિયામાં પોતાના લગ્નની તસવીર શેર કરી છે.જેમાં તેણીએ 7 મહિના પહેલા આદિલ દુર્રાની સાથે લગ્ન કર્યા હાદ પોતાનું નામ ફાતિમા કરી દીધુ હોવાના અહેવાલ મીડિયામાં પ્રસારિત થઈ રહ્યાં છે.જો કે હવે રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાખી સાવંતના ભાઈ રાકેશે જણાવ્યું કે, રાખીનું નામ ફાતિમા થઈ ગયું હોવાની મને જાણ થઈ છે.આ પતિ-પત્ની વચ્ચેની અંગત વાત છે.જો રાખીએ આમ કર્યું હશે,તો તેણીએ કંઈ સમજી-વિચારીને જ કર્યું હશે.વધુમાં રાકેશે જણાવ્યું કે, રાખી સૌથી નાની છે અને તેણે જિંદગીમાં ઘણું દુ:ખ જોયું છે.તાજેતરમાં જ તે બિગ બૉસ મરાઠીમાં પણ આવી છે.અગાઉ રિતેશે પણ તેની સાથે ઘણું ખોટું કર્યું,જેના લઈને તે ખૂબ જ પરેશાન થઈ.આજ કારણોસર આ વખતે રાખીએ પ્રોપર લગ્ન કર્યાં છે અને તેના તમામ પુરાવા અમારી પાસે છે.

હકીકતમાં રાખી સાવંતે કહ્યું હતું કે, ગત વર્ષ જુલાઈમાં તેણે આદિલ દુર્રાની સાથે નિકાહ અને કોર્ટ મેરેજ કર્યા હતા.જો કે આદિલે મને આ બાબતે કોઈને કંઈ કહેવાનો ઈનકાર કર્યો હતો.આથી જ તે 7 મહિના સુધી ચૂપ રહી.જે બાદ તેણીએ નવા વર્ષ પર જ પોતાના લગ્નનો ખુલાસો કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા.

Share Now