ગણેશ વિસર્જન વેળા ઠાકરે-શિંદે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં ધારાસભ્ય સદા સરવણકરએ ફાયરિંગ કર્યું હતું

103

– બેલિસ્ટિક રીપોર્ટથી ધારાસભ્યની મુશ્કેલી વધે તેવી સંભાવના
– ગણેશ વિસર્જન વખતે પ્રભાદેવીમાં ઠાકરે અને શિંદે જૂથના કાર્યકરોની તકરારમાં ગોળીબાર થયો હતો

મુંબઈ, તા.13 જાન્યુઆરી-2023, શુક્રવાર : ગણેશ વિસર્જન વખતે ગત વર્ષે શિવસેનાના ઠાકરે અને શિંદે જૂથ વચ્ચે વિવાદ થયા બાદ વિધાનસભ્ય સદા સરવણકરે ગોળીબાર કર્યો હોવાનું બેલેસ્ટિક રિપોર્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે.આમ હવે સદા સરવણકરની મુશ્કેલી વધી શકે છે.

પોલીસને ઘટના સ્થળે મળેલી ગોળી અને સરવણકરની પિસ્તોલના નમૂના ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલ્યા હતા.બેલેસ્ટિક નિષ્ણાતોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જપ્ત કરાયેલી કારતૂસ અને પિસ્તોલના સેમ્પલ મેચ થયા છે.ગણેશ વિસર્જન વખતે પ્રભાદેવી જંક્શન પાસે શિંદે જૂથ અને ઠાકરે જૂથના કાર્યકર્તાઓએ પાણીનો સ્ટોલ ઊભો કર્યો હતો. વિસર્જનની રાતે એકબીજા બદલ નિવેદન કરવાથી વિવાદ થયો હતો.તે સમયે મામલો શાંત થઈ ગયો હતો.ત્યારબાદ રવિવારે રાતે મહેશ સાવંત,શૈલેષ માળી,સંજય ભગત સહિત ૩૦ કાર્યકર્તાએ બાંબુ,ચોપર,લાકડી લઈન ેસંતોષ તેલવણે પર હુમલો કર્યો હોવાનો આરોપ કરાયો હતો.તે સમયે ગળામાંથી પાંચ મુખી રુદ્રાક્ષ સહિત ૩૦ ગ્રામની સોનાની ચેન તફડાવી લેવામાં આવી હોવાનું સંતોષે ફરિયાદમાં જણાવ્યું હતું.પોલીસે કેસ નોંધી મહેશ સાવંત,શૈલેષ,સંજય સહિત પાંચ જણની ધરપકડ કરી હતી.

શિવસેના ઉદ્ધવ જૂથ દ્વારા શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકર પર પ્રભાદેવી જંકશન અને દાદર પોલીસ સ્ટેશન પાસે બે વખત ગોળીબાર કર્યો હોવાનો આરોપ કરાયો હતો.પોલીસે સદા સરવણકરની પિસ્તોલ જપ્ત કરી હતી અને પૂછપરછ માટે સમન્સ આપ્યા હતા.તે સમયે સરવણકરે ફાયરિંગના આરોપ ખોટા હોવાનું જણાવીને ફગાવી દીધા હતા.

પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.ફટેજમાં ફક્ત લોકોની ગર્દી જોવા મળી હતી.

Share Now