વડોદરાના સહકારી ક્ષેત્રે ચકચાર, બરોડા ડેરીના ચેરમેનનું રાજીનામું

109

વડોદરા,તા.16 જાન્યુઆરી 2023,સોમવાર : વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રણી એવી બરોડા ડેરીના ચેરમેન એક રાજીનામું ધરી દેતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.વડોદરા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનું મામા આઠ વર્ષથી બરોડા ડેરીના પ્રમુખ હતા.આ બોર્ડમાં કોંગ્રેસના સભ્યો હોવા છતાં દીનું મામા બિનહરીફ પ્રમુખ બન્યા હતા.

તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં દિનુમામા એ ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી હતી.જેમાં તેમનો પરાજય થયો હતો.આ કારણસર તેમણે રાજીનામું ધરી દીધું હોવાનું મનાય છે.દીનુ મામાએ આપેલા રાજીનામા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રાજીનામું મંજૂર કરવા અંગે નિર્ણય લેશે.નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા પણ દીનું મામાએ રાજીનામું આપ્યું હતું.પરંતુ તેમને ચાલુ રાખવામાં આવ્યા હતા.

Share Now