– સુરતમાં પોલીસ કોન્સ્ટેબલ હીરાના વેપારી સાથે કરી આઠ લાખની છેતરપીંડિ
– પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઠગબાજો સામે ફરિયાદ દાખલ
સુરતના મહિધરપુરા વિસ્તારમાં હીરાનો વેપાર કરતા વેપારીને સુરત ચોક બજાર પોલીસ મથકના કોન્સ્ટેબલ સહીત બે ઠગબાજો ભેટી ગયા હતા.આ ઠગ બાજોએ વેપારીના ભાઈ સામેના હિરા ચિટિંગના કેસમાં હાઇકોર્ટ સુધી પહોંચ હોવાનું જણાવી સમાધાન કરવાનું કહી આઠ લાખ રૂપિયા પડાવ્યા હતા.જોકે કોઈ સમાધાન ન થતા અને રૂપિયા પરત માંગતા જે થાય એ કરી લેવાનું કહેતા વેપારીએ પોલીસ કોન્સ્ટેબલ સહિત બે ઠગબાજો સામે ફરિયાદ દાખલ કરી છે.
કતારગામ સિંગણપોર ચાર રસ્તા રાધેશ્યામ સોસાયટીમાં રહેતા મનીષ મનહરભાઇ પટેલ જેની (ઉ.વ. ૩૯) પીપળા શેરી અમૃતશાંતિ એપાર્ટમેન્ટમાં હીરાની ઓફિસ ધરાવે છે.ગત ઓક્ટોબર મહિનામાં નિકુંજ જીવરાજ રાવ નામના વ્યકિતએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નરેશ બાબુ વેકરીયા, રાહુલ બંસલ સામે ફરિયાદ નોંધાવી હતી. .
તપાસ દરમ્યાન અન્ય આરોપીઓમાં મનીષના ભાઈ ધર્મેશ,તેના મિત્ર નિલેશ દામજી નાવડીયા તેમજ ઘર્મેશના સાળા વિશાલ જગદીશ ભાદાણીનું નામ બહાર આવતા તેઓ ઘર છોડીને ભાગી ગયા છે.મનીષને તેના ભાઈ ધર્મેશ તેમજ તેના મિત્રોને આ ગુનામાંથી બહાર કાઢવા સગા સબંધીઓને વાતચીત કરી હતી.મનીષને તેના મિત્ર નિલેશ નાવડીયાના મિત્ર બિપીન તેજાણીએ વોટ્સઅપ કોલ કરી ફરીયાદી સાથે સમાધાન કરાવી દઇશ અને આ સમાધાનમાં જેના હિરા છે તે કમલેશ ખત્રીને મારા ઓળખીતા પોલીસ વાળા કમલેશ લાઠીયા કે જે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે તેઓ ઓળખે છે અને મોટુ નામ ધરાવે છે.તેઓ આ મેટ૨માં સમાધાન કરાવી આપશે તેવુ કહ્નાં હતું.બિપિન તેજાણી વારંવાર ફોન કરી કેસમાં સમાધાન કરાવી આપવાનું કહી પોતાની લાગવગ છેક હાઇકોર્ટ સુધી છે તેવી વાતો કરી તેના ભાઇને કેસમાંથી બહાર કાઢવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો.બાદમાં રીંગરોડ ફાલસાવાડી એફ.એસ.એલની ઓફિસ પાસે મળવા માટે બોલાવ્યો હતો.ત્યાં કમલેશ લાઠીયા નામના વ્યકિતએ પોતે ઉ૫૨ સુધી લાગવગ કરીને કેસ પુરો કરાવી આપશે તેવી કહી આઠ લાખ પડાવ્યા હતા.પૈસા આપ્યા બાદ પણ ધર્મેશને શોધવા માટે મહિધરપુરા પોલીસ સહિત અન્ય પોલીસે ઘરે આવતી હતી.જેથી બિપીન તેજાણીને ફોન કરીને જલદીથી કેસ પુરો કરાવવા માટે કહેતા થઇ જશે હોવાનું કહી ગોળગોળ જવાબ આપવા લાગતા મનીષને તેના પૈસા પરત માંગતા આરોપીઓએ ક્યા પૈસા અને કેવા પૈસા તેમ કહી પૈસા પરત નહી આપી છેતરપિંડી કરી હતી.પોલીસે મનીષની ફરિયાદ લઈ બિપીન તેજાણી અને કમલેશ લાઠીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.