– CGSTના પુર્વ કમિશનર અશોક મહેતાના સમયે બોગસ બીલીંગ કૌભાડમાં ૧૬ની ધરપકડ કરાઇ હતી,જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં CGSTની નહીંવત કામગીરી !
સુરત,તા.18 જાન્યુઆરી 2023,બુધવાર : (એડિટર – જિગર વ્યાસ ) : હાલ સમગ્ર રાજ્યમાં બોગસ બિલિંગ કૌંભાંડને લઇ સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી વિભાગ બોગસ બિલિંગના રેકેટને પકડવા કાર્યવાહી કરી રહી છે ત્યારે ગત છેલ્લા ત્રણ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૮-૨૦૧૯,૨૦૧૯-૨૦,૨૦૨૦-૨૦૨૧ના સમયગાળા દરમિયાન CGST બરોડા ઝોનના તત્કાલીન ચીફ કમિશનર અશોક મહેતાના કાર્યકાળમાં પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા બોગસ બીલીંગ કૌભાડમાં ૧૬ મહા કૌભાડીઓની ધરપકડ થઇ હતી પરંતુ ત્યારબાદના સમયમાં એટલે કે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી CGST ડિપાર્ટમેન્ટ દ્વારા શંકાસ્પદ કામગીરી થઇ રહી હોવાનુ જાણવા મળ્યું છે.
રાજ્યભરમાં હાલમાં જીઍસટી કૌભાંડીઓને પકડવાની ઝુબેશ ચાલી રહી છે.જે અતર્ગત મોટા ભાગના કિસ્સાઓમાં ડમી કંપની અને સંચાલકોના આધારે કૌભાડને આકાર આપતા કૌભાંડીઓ હાલ પણ જીઍસટી ડિપાર્ટમેન્ટ સાથે ચલકચલાણીનો ખેલ ખેલી રહ્યા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.છેલ્લા ઍક મહિનાથી SGSTના અધિકરીઓ બોગસ બીલીંગને નાથવા કેમ્પેઇન ચલાવી રહયા છે.જેમાં વિવિધ કોમોડીટીના નામે ડમી પેઢીઓ ઉભી કરી સરકારને આર્થિક ચુનો ચોપડવામાં આવી રહયો છે.જેમાં સડોવાયેલા બોગસ બિલીંગના ખેલબાજો મજૂર,નોકરી- વ્યવસાય કરતા તેમજ અજાણ્યા લોકોના નામે અને તેમના KYC ડોક્યુમેન્ટનો જાણ બહાર કે સુનિયોજિત કૌભાંડના ભાગરૂપે માસિક પગાર ધોરણે બોગસ પેઢીઓ ઉભી કરી દૂરોપયોગ કરી રહયા છે.સમગ્ર રાજ્યમાં SGST દ્વારા આવા પ્રકારના બોગસ GST નંબરો શોધવા કામગીરી હાથ ધરાઇ રહી છે.જેમા મોટાભાગે આવા બોગસ બિલીંગ નંબરો CGST દ્વારા ફાળવવામા આવ્યા હોવાનું ખુલતા વિભાગીય કામગીરીને લઇને અરાજકતા સર્જાઇ છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ બરોડા ઝોનમા ફરજ બજાવી ચુકેલા બરોડા ઝોનના ચીફ કમિશનર અશોક મહેતા કે જેઓ અગાઉ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પી.ઍસ તરીકે પણ સેવા આપી ચુક્યા હતા.જેમના સમયકાળમાં ઍટલે કે,વર્ષ ૨૦૧૮-૨૦૧૯,૨૦૧૯-૨૦,૨૦૨૦-૨૦૨૧માં બોગસ બિલીંગ કૌભાડમાં CGST ડિપાર્ટમેન્ટે ૧૬ જેટલા મહાકૌભાંડીઓની ધરપકડ કરી સરાહનીય કાર્યવાહી હાથ ધરી હતી,પરતુ આડ્ઢશ્વર્યની વાત એ છે કે, ચીફ કમિશનર અશોક મહેતાનો કાર્યકાળ પુર્ણ થયા બાદ બરોડા ઝોનમાં ચીફ કમિશનર તરીકે અજય ઉબાલે ચાર્જ લીધો હતો.હાલના ચીફ કમિશનર અજય ઉબાલે એ ચાર્જ સભાળ્યા બાદ પણ છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યભરમાં ધમધમી રહેલા બોગસ બિલીંગ કૌભાડમા સમ ખાવા પુરતી પણ કામગીરી થઇ રહી નથી અને આજ દિન સુધી બિનધાસ્ત ફરતા મહાકૌભાંડીઓ પૈકી કોઇની પણ વિરૂધ્ધ પ્રોસીક્યુશન કે ધરપકડની કાર્યવાહી કરાઇ નથી કે થઇ નથી જે બાબત અત્યંત ચર્ચાસ્પદ હોવાનું પણ જાણવા મળ્યું છે.
છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં GST ચોરી કરતા કૌભાંડીઓ બેફામ બન્યા છે.જેમાં ખાસ કરીને બરોડા ઝોન તરફથી કોઇપણ કૌભાડીની ધરપકડ ન કરાતા અનેક શંકા -કુશંકા વહેતી થઇ છે.બોગસ બિલિંગ મામલે સીજીએસટી વિભાગની કામગીરી શકાસ્પદ હોવાનું પણ જણાઇ રહયું છે.રાજ્યભરમાં બોગસ બિલીંગ કૌભાંડનું ઍપી સેન્ટર બનેલા ભાવનગરના કુખ્યાત બિલીંગ કૌભાંડી મહંમદ ટાટાને રૂ.૧૨૦૦ કરોડના કૌભાંડમાં બે મહિના અગાઉ જ અમદાવાદ સ્ટેટ જીએસટીએ પકડી પાડી જેલ ભેગો કર્યો છે.પરતુ મહંમદ ટાટા સહિત બોગસ બિલીંગ આચરતા અન્ય મહાકૌભાંડીઓ કે જેઓ બરોડા ઝોનના જ્યુરિડીકશનમાં આવતા સુરત શહેરમાં બેરોક્ટોકપણે બોગસ બિલીંગ કૌભાડ આચરી રહ્યા છે.જેલમાથી બહાર આવેલા અને બહુચર્ચિત 2000 હજાર કરોડના કૌભાંડી સુફિયાન કાપડીયા,વિશાલ સોનાવાલા કે જે હાલમાં તેની બોગસ પેઢીઓ મુંબઈથી રજીસ્ટર કરી સુરતમાં ધંધો કરી રહયો છે તેમજ EOU ફ્રેમ અને કૌભાંડની લત ધરાવતા કુખ્યાત યુનુસ ચક્કીવાળા,આમીર અલાણી કે જે હજી પણ બોગસ બિલીંગ કૌભાડ આચરી રહ્યો છે જેને અગાઉ ઉજ્જૈન જીએસટી વિભાગે પકડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી જેલ ભેગો કર્યો છે તેવા તમામ હમણાં પણ બોગસ બિલિંગ સ્કેમ આચરી રહ્યા છે,છતાં પણ બરોડા ઝોનના ચીફ કમિશનર અજય ઉબાલે અને તેમના અધિકારીઓ દ્વારા આ કૌભાંડીઓ ફરતે કેમ કોઇ કાર્યવાહી કરાઇ રહી નથી ? તેને લઇને ચર્ચા ચાલી રહી છે.આ પૈકી કૌભાંડી આમીર અલાણીની ચાર મહિના અગાઉ ઉજ્જૈન GST વિભાગે ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. CGST વિભાગ દ્વારા બોગસ બિલિંગ કરતા સ્કેમર્સ વિરુદ્ધ કેમ કાર્યવાહી કે ધરપકડ કરવામા આવી રહી નથી ? આ પ્રકારની કામગીરી જોતા CGST વિભાગના દ.ગુજરાતના કેટલાક મહાભ્રષ્ટ અધિકારીઓ કૌભાંડીઓને ખુલ્લું મેદાન પુરૂ પાડી તેમના પે-રોલ પર કામગીરી કરી રહયા હોવાની ચર્ચા પણ ઉઠવા પામી છે.જ્યારે બીજી તરફ ગોકળગાયની ગતિએ SGST વિભાગ કૌભાડ આચરનારા દ્વારા ઉભી કરાયેલી બોગસ પેઢી શોધવાનું કામ કરી રહી છે.જેમાં સેન્ટ્રલ અને સ્ટેટ GST વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઇ હોવાનું જાણવા મળ્યું છે.સ્ટેટ જીઍસટીના અધિકારીઓ બોગસ બિલીંગના છેડા શોધી રહ્યા છે,ત્યારે સીજીઍસટી દ્વારા નિષ્ક્રીય કામગીરી કરવામાં આવી રહી હોવાનું ફલિત થઇ રહયું છે.બરોડાથી લઇ દમણ સુધી જ્યુરીડીકશન ધરાવતા CGSTને રાજ્યભરમાં ચાલી રહેલાં બોગસ બિલિંગના કૌભાંડીઓ મળી રહ્યાં નથી,જયારે સ્ટેટ GSTએ વર્ષના અંતે જ 1200 કરોડના કૌભાંડી મહંમદ ટાટાને પકડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી દાખલો બેસાડયો છે.SGST હજી પણ કૌભાંડ શોધવા અથાગ પ્રયત્ન કરી રહ્યું છે પણ CGSTના અધિકારીઓ શું કામગીરી કરી રહ્યા છે ? શું સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધમધમી રહેલા બોગસ બિલિંગમાં વિભાગનો પનો ટૂંકો પડી રહ્યો છે ? શું આ બધું CGSTના કેટલાક અધિકારોના ઈશારે કે ભાગીદારીમાં ચાલી રહ્યું છે તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.
વધુમાં અગાઉના તત્કાલીન ચીફ કમિશ્નર અશોક મહેતાના સમયે વડોદરા પ્રિવેન્ટિવ-2 વિભાગ દ્વારા 2 વ્યક્તિઓની ધરપકડ કરાય હતી,જયારે વડોદરા પ્રિવેન્ટિવ-1 વિભાગે 1 વ્યક્તિની ધરપકડ કરી હતી.જયારે સુરત પ્રિવેન્ટિવ વિભાગે 16 બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા વ્યક્તિઓની અટક કરી હતી.જયારે બોગસ બિલિંગ કૌભાંડીઓ માટે સ્વર્ગ લેખાતા વાપી,દમણમાં એક પણ વ્યક્તિની ધરપકડ કે ટેક્સ રિકવરી અંગે કાર્યવાહી હાથ ધરાય નથી એવું રેકોર્ડ મુજબ જાણવા મળ્યું છે.આમ છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન જયારે ચીફ કમિશનર પદે અશોક ઉબાળે ચાર્જ લીધો છે ત્યારથી બોગસ બિલિંગ કૌભાંડમાં કોઈની ધરપકડ કરાય નથી જેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.આમ આંકડાકીય માહિતી ને નજરે લેતા પણ CGSTની કામગીરી શંકાસ્પદ હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે, બરોડા ઝોનના સીજીઍસટીના ચીફ કમિશનર અજય ઉબાલેઍ ૮ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ કમિશનર તરીકે ચાર્જ લીધા બાદ પણ આજદીન સુધી CGST વિભાગ કોઇ સક્રીય કામગીરી કરી શકી નથી કે કરવા માગતી નથી ? જેને લઇને પણ વ્યાપક ચચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે શું આ સુષુપ્ત અવસ્થામાં પોઢેલી CGST બેફામ કૌભાડ આચરતા કૌભાંડીઓને પકડવા ક્યારે શરૂઆત કરશે ? કે પછી સરકારને આર્થિક ચુનો ચોપડતા આ તત્વોને ખુલ્લો દોર મળી જશે જેને લઇને પણ ખુદ સેન્ટ્રલ અને સ્ટેટ GST અને CA આલમમા ચર્ચા ચાલી રહી છે.શું ચીફ કમિશનર અજય ઉબાલે કૌભાંડીઓને પકડવા નવેસરથી કાર્યવાહી કરવાના આદેશ આપશે કે હાલમાં પણ જેમ કૌભાંડીઓ સરકારને આર્થિક ચૂનો ચોપડી કૌભાંડ આચરી રહ્યા છે તેવા તમામને પ્રોસીકયુશન હેઠળ લાવી ઉત્તમ દાખલો પોતાના વિભાગના અધિકારીઓ સમક્ષ બેસાડશે ? કે પછી એમના જ વિભાગના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ કે જેઓ હવે અધિકારી ઓછા અને બોગસ બિલિંગ કૌભાંડીઓના પે-રોલ પર નોકરી કરી રહ્યાં છે તેમને છાવરસે તે પણ જોવું રહ્યું.