વડોદરા, 23 જાન્યુઆરી, 2023 સોમવાર : વાઘોડિયા તાલુકાના દંખેડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવનારને રૂપિયા 11,000 ની લાંચલેતા તલાટી એસીબીના સકંજામા રંગે હાથ ઝડપી પાડ્યો છે. વાઘોડિયા તાલુકાના દંખેડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતો તલાટી કમ મંત્રી કનુભાઈ સોલંકી ચાંદપુરા ગામના ખેડૂત પાસે પેઢીનામુ કરાવવા માટે લાંચની રકમ માગી હતી.
જો કે ખેડૂત સીધી લીટી નો વારસદાર હોય અને ડભોઇ પ્રાંત કલેકટર માં કોર્ટના કામકાજ અંગે પેઢીનામાની જરૂર હોય તલાટી કમ મંત્રી પાસે પેઢીનામુ કરાવવા વારંવાર ધક્કા ખાતો હતો.ખેડુત પેઢીનામાં મારે સીધી લીટીનો વારસદાર હોવા છતાં કનુભાઈ સોલંકીએ વહિવટ પતાવવા 15000ની માંગણી કરી હતી. જે બાદ 13000 માં સોદ્દો પાક્કો થયો હતો.
પરંતુ ફરિયાદી પાસે પૈસા ના હોવાથી તેને પોતાના મિત્રને વાત કરતા એસીબી નો સંપર્ક કર્યો હતો. અને આજે રૂપિયા 11000 લેવા માટે વાઘોડિયા વડોદરા રોડ પર આવેલા અનંતા શુભ લાભની સામે કલશ એપાર્ટમેન્ટ પાસે રોડ પર એસીબીએ ગોઠવેલા છટકામા રૂપિયા 11000 ની લાંચ લેતા તલાટી કમ મંત્રી રંગે હાથ ઝડપાયો હતો. વાઘોડિયામાં એસીબીની આ અઠવાડિયામાં બીજી ટ્રેપ થતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો હતો.