– મુંબઈ એરપોર્ટ પર બે વિદેશી નાગરિકની ધરપકડ
– પેલેસ્ટાઈનના શખ્સે અંડરગાર્મેન્ટમાં 2.5 કિલો સોનાની પેસ્ટ છૂપાવી હતી : અઝરબૈજાનના પ્રવાસીની તપાસમાં 73 લાખના ડોલર મળ્યા
મુંબઈ,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર : છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જુદા જુદા ઓપરેશનમાં કસ્ટમ્સે ૯૦ હજાર યુએસ ડોલર અને અઢી કિલોથી વધુ સોનાની પેસ્ટ સાથે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે,એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.
અઝરબૈજાનનો એક પ્રવાસી શારજાહ જઈ રહ્યો હતો.કસ્ટમ્સની ટીમ દ્વારા શંકાના આધારે તેને અટકાવવામાં આવ્યો હતો.તેના કબજામાંથી રૃા.૭૩ લાખની કિંમતના ૯૦ હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા.આરોપીએ પુસ્તકના અંદર આ ડોલર સંતાડીને રાખ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
અન્ય એક કાર્યવાહી દરમિયાન પેલેસ્ટાઇનનો એક શખસ દુબઈથી અહીં આવ્યો હતો.તેને રૃા.૧.૩૦ કરોડની ૨.૫ કિલોથી વધુવજનની સોનાની પેસ્ટ સાથે પકડવામાં આવ્યો હતો.આ પ્રવાસીએ તેના અન્ડરગાર્મેન્ટમાં સોનાની પેસ્ટ છુપાવી હતી.કસ્ટમ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.આમ મુંબઈ એરપોર્ટ પર વિવિધ મોડસ ઓપરેન્ડીથી વિદેશી ચલણ,સોના,હિરા,ડ્રગ્સ અને અન્ય કિંમતી વસ્તુની દાણચોરી કરવાની ઘટના વધી રહી છે,પણ એરપોર્ટ પર સિક્યુરિટી એજન્સીની સતર્કતાથી આરોપી પ્રવાસી ઝડપાય જાય છે.પુસ્તકો અને અન્ડરગાર્મેન્ટ્સમાં ૯૦,૦૦૦ ડૉલર અને અઢી કિલો કરતાં વધુ વજનની ગોલ્ડ પેસ્ટ (સોનું ઓગાળીને એની પેસ્ટ બનાવવી) છુપાવવાના જુદા-જુદા કિસ્સામાં છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી કસ્ટમ્સે બે વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે.