સુરત,તા.25 જાન્યુઆરી 2023,બુધવાર : દામનગર હીરા ઉઘોગનું હબ છે અને ત્યાંથી 6 કિલોમીટર દુર પ્રખ્યાત ભુરખીયા હનુમાનજી દાદાનું ધામ આવેલું છે.મુંબઈ-સુરત અને સમગ્ર દેશમાંથી લાખો ભક્તજનો અહીં દર્શને આવતા હોવાથી સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવામાં આવે તેવી માંગ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેઓની આ માંગને સ્વીકારી લેવામાં આવી છે.
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરત મહુવા ટ્રેનને મોટા લીલીયા તથા નિંગાળા રેલ્વે સ્ટેશન પર સ્ટોપેઝ આપવામાં આવે તેવી રજૂઆત અગાઉ કરવામાં આવી હતી અને તે માંગણી સ્વીકારી બંને રેલ્વે સ્ટેશનને સ્ટોપેઝ આપવામાં આવ્યું હતું.આ બંને સ્ટેશનને સ્ટોપેઝ મળવાથી સુરત અને સૌરાષ્ટ્રથી મુસાફરી કરતા લાખો લોકોને ફાયદો થયો છે.ત્યારબાદ દામનગર હીરા ઉઘોગનું હબ છે અને ત્યાંથી 6 કિલોમીટર પ્રખ્યાત ભુરખીયા હનુમાનજી દાદાનું ધામ આવેલું છે.મુબઈ-સુરત અને સમગ્ર દેશમાંથી લાખો ભક્તજનો ભુરખીયા દાદાના દર્શને આવતા હોવાથી સુરત મહુવા ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવામાં આવે તેવી લોકોની માંગણી હતી.જેથી આ મામલે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ગંભીરતાથી લઇ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા સુરત-મહુવા સપ્તાહમાં પાંચ દિવસ ટ્રેનને દામનગર ખાતે સ્ટોપેઝ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
નાગરિકોમાં ખુશીની લહેર વ્યાપી
ઉલ્લેખનીય છે કે દામનગર ખાતે સુરત મહુવા ટ્રેનને સ્ટોપેઝ મળવાથી લાખો ભક્તજનો અને નાગરિકોમાં ખુશીની લહેર વ્યાપી ગયી છે.જેથી આ તબક્કે સુરત ડાયમંડ એસોસિએશન માન.કેન્દ્રીય દર્શનાબેન જરદોશને અને રેલ્વ મંત્રાલયનો હૃદયથી ખુબ ખુબ આભાર માન્યો હતો.