BBC vs ભારત સરકાર, ઇન્દિરા ગાંધીથી નરેન્દ્ર મોદી સુધી

102

– PM મોદી પરની ડૉક્યુમેન્ટરીને લઈને વિવાદ જાગ્યો છે ત્યારે અહીં બીબીસી અને ભારત સરકારની વચ્ચે ભૂતકાળમાં ઘર્ષણની સ્થિતિ પર એક નજર કરીએ…

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2023, શનિવાર : ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ના કારણે વધુ એક વખત બીબીસી (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) ભારત સરકારના રડાર પર છે.ભારત સરકારે આ સિરીઝને અપપ્રચાર ગણાવી છે.જોકે આ ડૉક્યુમેન્ટરીના મેકર્સ દાવો કરે છે કે ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણોના સંબંધમાં એણે ચોક્કસ પાસાંની તપાસ કરી હતી કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી આ રાજ્યના મુખ્ય પ્રધાન હતા.સરકારે આ ડૉક્યુમેન્ટરીની લિન્ક ધરાવતી ટ્વિટર પોસ્ટ્સ અને યુટ્યુબ વિડિયોઝને હટાવવાનો આદેશ આપ્યો છે.બીબીસી અને સરકારની વચ્ચે આ પહેલાં પણ કેટલીક વખત ઘર્ષણ થયું છે.

ઇન્દિરા ગાંધીની સરકારે બીબીસી પર બૅન મૂક્યો હતો

ભારતને એક શોમાં નકારાત્મક રીતે રજૂ કરવા બદલ ૧૯૭૦માં ઇન્દિરા ગાંધીની સરકારે બીબીસી પર બૅન મૂક્યો હતો.ફ્રેન્ચ ડિરેક્ટર લુઇસ મલ્લેની ડૉક્યુમેન્ટરી સિરીઝ બીબીસી પર રજૂ થતાં વિવાદ થયો હતો,જેના કારણે બે વર્ષ સુધી દિલ્હીમાં બીબીસીની ઑફિસ બંધ રહી હતી.

ઇમર્જન્સી દરમ્યાન પણ બૅન

૧૯૭૫માં ઇમર્જન્સીના પગલે બીબીસીએ પત્રકાર માર્ક તુલીને પાછા બોલાવી લીધા હતા. ૧૯૭૫માં ઇન્દિરા
ગાંધીની સરકાર દરમ્યાન બીબીસી પર બૅન મૂકવામાં આવ્યો હતો.એ સમયની કેન્દ્ર સરકારે બીબીસી પર દેશમાં લાદવામાં આવેલી ઇમર્જન્સી બાબતે ભારત વિરોધી રજૂઆત કરવાનો આરોપ મૂક્યો હતો.

રેપિસ્ટના ઇન્ટરવ્યુવાળી ડૉક્યુમેન્ટરી પર બૅન

માર્ચ ૨૦૧૫માં દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી ગૅન્ગરેપમાં દોષી મુકેશ સિંહને રજૂ કરતી બીબીસીની એક ડૉક્યુમેન્ટરીના પ્રસારણ પરના બૅનને સમર્થન આપ્યું હતું.આ ડૉક્યુમેન્ટરીના ઇન્ટરનેટ બ્રૉડકાસ્ટ પર પણ કોર્ટ દ્વારા પ્રતિબંધ હતો.આ ડૉક્યુમેન્ટરીને બ્રિટિશ ફિલ્મમેકર લેસલી ઉડવિન દ્વારા તૈયાર કરવામાં આવી હતી,જેમાં આ રેપિસ્ટનો ઇન્ટરવ્યુ પણ હતો.કેટલીક સામાજિક સંસ્થાઓએ પણ આ ડૉક્યુમેન્ટરીનો વિરોધ કર્યો હતો.

Share Now