સ્પા/મસાજ પાર્લેરના નામે ચાલતા ગોરખધંધા સામે પોલીસ એક્શનમાં, સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

276

સુરત, તા. 29 જાન્યુઆરી, 2023 : સુરતમાં સ્પા,મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું ભૂતકાળમાં બહાર આવી ચુક્યું છે અને આવા કુટણખાના પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં સ્પા/મસાજ પાર્લેરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની સંપૂર્ણ વિગત હવે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાંમાં સ્પા/મસાજ પાર્લેર,એકમનું નામ,માલિક,સંચાલકનું નામ તથા સરનામું અને ટેલીફોન નબર,તેમજ તમામ કર્મચારીની સંપૂર્ણ ફોટા સાથેની વિગત,જો ભારતીય હોય તો તેના ઓળખ પુરાવા,આ ઉપરાંત હાલનું સરનામું,મૂળ વતનનું સરનામું,ફોન નબર,ઓફીસ તેમજ મોબાઈલ નબરની વિગત,જો વિદેશી હોય તો તેમના પાસપોર્ટની વિગત (પાસપોર્ટ તથા વિઝાની નકલ બીડવાની રહેશે) ક્યાં વિઝા પર ભારત આવ્યા છે,તેની વિગત તેમજ હાલનું સરનામું,ઘર,ઓફીસ તેમજ મોબાઈલ નબર આપવાનો રહેશે.

આ સંર્પૂણ વિગત ભરીને સ્પા/મસાજ પાર્લેરો જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.પોલીસ સ્ટેશનના સહી સિક્કાવાળી કોપી સાચવીને રાખવાની રહેશે.તેમજ સ્પા મસાજ પાર્લેર ચલાવનારે તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ,પાનકાર્ડ,આધાર કાર્ડ,ઈલેકશન કાર્ડ રજુ કરવાના રહેશે.

આ જાહેરનામું 30 માર્ચ 2023 સુધી અમલી રહેશે અને જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું હતું.

Share Now