સુરત પાલિકાના બજેટમાં પલસાણાના ઉદ્યોગોને ટર્સરી કરેલા પાણી આપવા 112 કરોડની જોગવાઈ

188

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : પલસાણાના ઓદ્યોગિક એકમોને ટ્રીટ કરેલું ડ્રેનેજનું પાણી સપ્લાય કરવા માટે પાલિકાના બજેટમાં ૧૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત શહેર માથી એકત્ર થતા ડ્રેનેજના પાણીની ટ્રીટ કરીને પાણીનો રી-યુઝ કરવાનું અભિયાન સુરત મનપાએ હાથ ધર્યું છે.પાડેસરાના ઓદ્યોગિક એકમોને ટ્રીટ કરેલું પાણી સપ્લાય કરીને પાલિકા વર્ષે કરોડો રૂપિયાની આવક કરે છે.હજીરાના ઓદ્યોગીક એકમોને ટ્રીટ કરેલું પાણી સપ્લાય કરીને પાલિકાવર્ષે ૩૬૫ કરોડની રેવન્યું જનરેટ કરવાનું પ્લાનીગ મનપા દ્રારા કરવામાં આવ્યું છે.હવે પલસાણાના ઓદ્યોગિક એકમોને ટ્રીટ કરેલું પાણી સપ્લાય કરવા માટે બજેટમા ૧૧૨ કરોડની કરવામાં આવી છે.

Share Now