સુરતીઓના માથે 307 કરોડના વેરા ઝીંકવા સાથે મહાનગર પાલિકાનું 7707 ડ્રાફ્ટ ફટ બજેટ રજૂ કરાયું

150

– સુરત મહાનગર પાલિકાનો 7,707 કરોડનું બજેટ રજૂ કરાયેલું જેમાં 3519 કરોડના કેપિટલ રહેશે

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪નું ડ્રાફટ બજેટ રજુ કરાયુ. ૭૭૦૭ કરોડના ડ્રાફટ બજેટમાં વિકાસના કામો માટે ૩૫૧૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જયારે રેવન્યું ખર્ચ ૪૧૮૮ કરોડ અને રેવન્યુ આવક ૪૫૪૦ કરોડ થાય તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.સમાજના તમામ લોકોને અસર કરતું સર્વાગી બજેટ હોવાનું મ્યુ કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટ માં સુરતીઓ ઉપર 307 કરોડનો વેરાનો વધારો ઝીંક્યો છે

પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડ ની માતબર જોગવાઈ કરવામાં આવી છે.સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહીતના કામો માટે ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્રારા કરવામાં આવ્યો છે.હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને ૨૭ ગામોનો સમાવેશ થયો હતો.શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટમાં પાણી,ડ્રેનેજ,રસ્તા,લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા ૮૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

લોકોને સારી સારવાર મળે તે માટે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વધુ કામગીરી કરવામાં આવે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે.સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જેમ સ્મીમેર હોસ્પિટલમાં નવું બિલ્ડીંગ બનાવી સારવારની સુવિધા ઉભી કરવામાં આવશે.આ ઉપરાંત સ્મીમેર કોલેજનું એક્સપાન્શન 210 કરોડના ખર્ચે કરવામાં આવશે.આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.

વર્ષે સુરતમાં ૬૦ હજાર પશુને આરએફઆઈની ટેગ કરવામાં આવશે ગુજરાતમાં પહેલો શહેર સુરત બનશે જે ત્રિપલ આઈથી ઢોરનું ટ્રેકિંગ કરશે.વર્ષે સુરતના લોકોના આરોગ્યનો ખ્યાલ રાખીને 550 કરોડના ખર્ચ માં 50 બેડ ની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય બજેટની સાથે તમામ શહેરોના પણ ડ્રાફ્ટ બજેટ જાહેર થઈ રહ્યા છે.રાજ્યના ઔદ્યોગિક નગર એવા સુરત મહાનગર પાલિકાએ વર્ષ 2023-24 નું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું છે. રૂ. 7707 કરોડનું ડ્રાફ્ટ બજેટમાં વિકાસના કામો માટે રૂ. 3519 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.જેના માટે સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં સુરતીઓ ઉપર રૂ.307 કરોડનો વેરાનો વધારો ઝીંક્યો છે.તેમજ ગત વર્ષની સરખામણીમાં 420 કરોડનો વઘારો નોંઘાયો છે.ગત વર્ષે રૂ.7287 કરોડનું બજેટ હતું.શું કરવામાં આવી છે જોગવાઈ ?

આ અંગે સુરતના મહાનગર પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સમાજના તમામ લોકોને અસર કરતું સર્વાગી બજેટ રજુ કરવામાં આવ્યું છે.જેમાં પાલિકાના નવા વિસ્તારો માટે એક્શન પ્લાન બનાવશે 824 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.સુરત મનપામા ડ્રાફટ બજેટમા નવા વિસ્તારોમાં પ્રાથમિક સહિતના કામો માટે 842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.નવા વિસ્તારની કાયાપલટ કરવાનો નિર્ધાર મનપા દ્વારા કરવામાં આવ્યો છે.હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને 27 ગામોનો સમાવેશ થયો છે.

સુરત શહેરની જેમ નવા વિસ્તારનું ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ 2023-24 ના ડ્રાફટ બજેટમાં પાણી, ડ્રેનેજ,રસ્તા,લાઈટ સહીતના પ્રાથમિક સુવિધાના કામો માટે રૂપિયા 842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત આ બજેટમાં લોકોને રાહત દરે વિવિધ યોજનામાં આવાસ મળે તે માટેની પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.નવા વર્ષે સુરત મહાનગર પાલિકા 7911 આવાસો બનાવશે તે માટે જોગવાઈ કરવામાં આવી છે.વર્ષ 2023-24ના બજેટમાં ત્રણ નવા બ્રિજ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.એક બ્રિજ 60 કરોડના ખર્ચે તો બીજા 2 બ્રિજ નવા સમાવિષ્ટ વિસ્તાર અને શહેરને જોડનારા બનશે,જેમની પાછળ 40 કરોડનો ખર્ચ કરવાનો અંદાજ છે.

Share Now