લિંબાયત ઝોન દ્વારા 150 મિલકતો ટાંચમાં લઈ 58 લાખનો વેરો વસુલ કરાયો

98

સુરત,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર : સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં વેરા વસુલાતની ઝુંબેશ શરુ કરવામાં આવી છે,જે અંતર્ગત આજે લીંબાયત ઝોનમાં 150 મિલકતોને ટાંચમાં લઈ સીલ કરવામાં આવી હતી તેમજ આજે 58 લાખનો વેરો વસુલ કરવામાં આવ્યો હતો.

સુરતમાં આકારણી અને વેરા વસુલાત વિભાગના સ્ટાફ દ્વારા આજે લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ રેસીડેન્સ/કોર્મશીયલ /સ્લમ વિસ્તારમાં વેરા વસુલાતની કામગીરી ઘનિષ્ઠ બનાવવામાં આવતા,લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા કરદાતાઓમાં ફફડાટ ફેલાયો હતો.જેમાં 150 મિલ્કતોને ટાંચમાં લઈ સીલ કરવામાં આવી હતી.આથી ઘણાં કરદાતાઓએ સ્થળ પર જ રૂા. 40,65,000 ભરપાઈ કરી દીધા હતા.

લિંબાયત ઝોન દ્વારા આજરોજ કુલ રૂા. 58,00,000 મિલ્કત વેરા પેટે અને EWS આવાસના હપ્તા પેટે રૂા.86,210ની વસુલાત કરવામાં આવી હતી.વધુમાં, ગત વર્ષના રૂ. 122 કરોડની વસુલાત સામે રૂા. 30 કરોડની વધુ વસુલાત કરવામાં આવી છે.આ ઉપરાંત 31 જાન્યુઆરી, 2022 સુધીની કુલ રીકવરીના રૂા. 154 કરોડના વસુલાતના લક્ષયાંકને 2 માસ અગાઉ લિંબાયત ઝોન દ્વારા 31 જાન્યુઆરી, 2023ના રોજ 67.45% વસુલાત કરી છે.

વધુમાં આગામી દિવસોમાં પણ સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)માં આવેલ તમામ ઈન્ડસ્ટ્રીયલ તેમજ કોમર્શીયલ વિસ્તારમાં પણ લાંબા સમયથી વેરો ભરપાઈ ન કરતા કરદાતાની મિલકતોને ટાંચમાં લઈ સીલીગની કાર્યવાહી કરવામાં આવશે.તથા રહેણાંક એરીયામા બાકીદારોની મિલકતોમાં નળ કનેક્શન તેમજ ડ્રેનેજ કનેકશન કાપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.આથી જે કરદાતાઓને મિલકત વેરો બાકી છે તેમણે ઝોન ઓફીસ તથા સિવિક સેન્ટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Share Now