– આજે નાણામંત્રી નિર્મલા સીતારામણ સંસદમાં સવારે 11 વાગે સામાન્ય અંદાજપત્ર રજુ કરશે
– વિવિધ સેક્ટરોની આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં ન આવતી પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની સંભાવના
આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત અને ઝડપી બનાવવા આ વખતના બજેટમાં આયાત કરાતી ઘણી પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત થઈ શકે છે.આ નિર્ણયથી સરકારના મેક ઈન ઈન્ડિયા અભિયાનને મદદ મળશે અને સ્થાનિક ઉત્પાદનનો પ્રોત્સાહન મળશે.આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનનો પ્રોત્સાહન આપવા સરકાર 35 પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યૂટી વધારવાની તૈયારી કરી રહી છે.આ પ્રોડક્ટોમાં પ્રાઈવેટ જેટ,હેલિકોપ્ટર,હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક સામાન,પ્લાસ્ટિકનો સામાન, જ્વેલરી,હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સ જેવા ઘણા પ્રોડક્ટો સામેલ છે.
મંત્રાલયની ભલામણ બાદ બનાવાયું લીસ્ટ
વિવિધ મંત્રાલયો દ્વારા કેટલીક પ્રોડક્ટોની યાદી અપાયા બાદ સરકારે કસ્ટમ ડ્યુટી વધારવાની યોજના બનાવી છે.આ યાદીની સમીક્ષા કરાયા બાદ માનવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધીમાં સરકારે 35 પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યુટી વધારવાનું મન બનાવી લીધું છે.આનું એક કારણ એ છે કે, આ પ્રોડક્ટોનું ઉત્પાદન ભારતમાં થાય તે માટે આવી પ્રોડક્ટોની આયાત મોંઘી કરવામાં આવી રહી છે.ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે વિવિધ મંત્રાલયોને આયાત થતી બિન-જરૂરી પ્રોડકટોની યાદી બનાવવા કહ્યું હતું, જેના પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી શકે છે.
આયાત મોંઘી કરવાથી ઘટશે ખાધ
સરકાર વર્તમાન ખાતાની ખાધને કારણે પણ આયાત ઘટાડવાના પ્રયાસો કરી રહી છે.દરમિયાન જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળામાં ચાલુ ખાતાની ખાધ 9 મહિનાના ઉચ્ચ સ્તરે 4.4 ટકા પર પહોંચી ગઈ હતી.ડેલોયરને તાજેતરના રિપોર્ટમાં કહ્યું હતું કે, ચાલુ ખાતાના ખાધમાં વધારો થવાની આશંકા યથાવત્ છે.વધતા ઈમ્પોર્ટ બિલના ખતરા ઉપરાંત એક્સપોર્ટ પર પણ મોંઘવારીનું દબાણ વધવાની આશંકા છે.
આયાત ઘટડાવા માટે નવી યોજના
વિવિધ સેક્ટરોની આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં ન આવતી પ્રોડક્ટો પર કસ્ટમ ડ્યૂટીમાં વધારો થઈ શકે છે.ઉપરાંત લો-ક્વોલિટી પ્રોડક્ટની નિકાસને ઘટાડવા સરકારે ઘણા સેક્ટરોમાં ધોરણો નક્કી કર્યા છે.આ પ્રોડક્ટોમાં સ્પોર્ટ ગુડ્ઝથી લઈને વુડન ફર્નીચર અને પોર્ટેબલ પાણીની બોટલો પણ સામેલ છે, જે સ્થાનિક અને ઈન્ટરનેશનલ બંને પ્રકારના ઉત્પાદકો માટેના સામાન છે.આ ધોરણોના કારણે ચીનથી આવતી ઘણી સસ્તી પ્રોડક્ટોની આયાત ઘટી શકે છે.
જેમ્સ અને જ્વેલરી થઈ શકે છે સસ્તું
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જેમ્સ અને જ્વેલરી સેક્ટર માટે સોના અને અન્ય કેટલીક વસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન કર્યું છે.તેનાથી દેશમાંથી જ્વેલરી અને અન્ય તૈયાર ઉત્પાદનોની નિકાસ વધારવામાં પ્રોત્સાહન મળશે.ગત વર્ષના બજેટમાં સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75%થી વધારી 15% કરી હતી.સરકારે ઉડ્ડયન,ઈલેક્ટ્રોનિક્સ,સ્ટીલ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી દીધી હતી.