શિવજીને બીલીપત્ર,ધતુરો,ભાંગ,બોર,આંકડાના ફુલ જેવી વસ્તુઓ પ્રિય છે.શિવજીની પૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ કરવાનું અનિવાર્ય મનાય છે.મહાશિવરાત્રિની પુજામાં આ વસ્તુઓનો પ્રયોગ કરવાથી પૂજાનું સંપુર્ણ ફળ પ્રાપ્ત થાય છે.શિવજી તમારી તમામ મનોકામના પુર્ણ કરે છે.આ બધી વસ્તુઓને મહાશિવરાત્રિની પૂજામાં સામેલ કરવાના લાભ જાણો.
ભાંગ
શિવજીને ભાંગ સૌથી પ્રિય હોય છે.શિવલિંગ પર ભાંગ ચઢાવવાથી આપણા તમામ પાપ અને બધી બુરાઇઓ દુર થાય છે.
બીલીપત્ર
ભગવાન ભોલેનાથની પૂજા બીલીપત્રથી કરવામાં આવે તો સંકટ દુર થાય છે.બીલીપત્રને ત્રિદેવનું રૂપ માનવામાં આવે છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી ભોલેબાબા પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં મા લક્ષ્મીનો વાસ થાય છે.
ધતુરાના ફાયદા
ભગવાન ભોલેનાથનું ધતુરાથી પૂજન કરવાથી ભગવાન શંકર આપણને સારુ સંતાન આપે છે જે કુળનું નામ રોશન કરે છે.
બોરના ફાયદા
શિવજીની પૂજામાં બોર ચઢાવવાનું શિવપુરાણમાં વિશેષ મહત્ત્વ છે.શિવલિંગ પર બોર ચઢાવવાથી તમારા શત્રુઓ નાશ પામે છે.
આકડાના ફુલ
ભગવાન ભોલેનાથનું આકડાના ફુલથી પૂજન,શૃંગાર કરવાથી જીવનના તમામ સુખો મળે છે.પિતૃઓના મોક્ષપ્રાપ્તિના દ્વાર ખુલે છે.તમારાથી તમામ પ્રકારની નકારાત્મકતાઓ દુર થાય છે.
શેરડીનો રસ
શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી સમસ્ત પરિવારમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.પરિવારના સભ્યોમાં પ્રેમ ટકેલો રહે છે.
ચંદનના ફાયદા
શિવલિંગ પર ચંદન ચઢાવવાથી સમાજમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે.શિવલિંગ પર ચંદનને ત્રણ આંગળીઓથી ચઢાવવુ જોઇએ.એ ત્રણ આંગળીઓથી તમારા માથે પણ ચંદન લગાવી દેવું જોઇએ.આમ કરવાથી સદા શિવજીની કૃપા રહે છે.
અક્ષતના ફાયદા
શિવલિંગ પર ચોખા ચઢાવવાથી ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.ભગવાન શિવની પૂજામાં અતુટ ચોખાનો જ ઉપયોગ કરવો જોઇએ.
ગંગાજળના ફાયદા
શિવલિંગ પર ગંગાજળથી અભિષેક કરવાનું ધાર્મિક મહત્ત્વ છે.કાવડિયા પણ ગંગાજળ લઇને શિવજીનો જળાભિષેક કરવા દુર દુરથી આવે છે.
તલના ફાયદા
શિવલિંગ પર તલ ચઢાવવાથી તમામ પાપ નાશ થાય છે.ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર ચઢાવવાનું ખાસ મહત્ત્વ છે.તેનાથી શનિદોષમાં પણ રાહત મળે છે.