ભાજપમાં રાજીનામાંનો સિલસિલો યથાવત, ધારાસભ્ય કેયુર રોકડિયાનું મેયર પદ પરથી રાજીનામું

114

વડોદરા, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : થોડા સમય પહેલા રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતા શાહે ડે. મેયરના પદ પરથી રાજીનામું આપ્યું હતું.ત્યાર બાદ હવે વડોદરાના ભાજપના ધારાસભ્ય કેયુંર રોકડિયાએ પણ મેયર પદ પરથી રાજીનામું આપ્યું છે.ભાજપ દ્વારા એક વ્યક્તિ એક હોદ્દાનો અમલ કરાતો હોવાથી નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ તેમણે રાજીનામું સેક્રેટરીને સુપરત કર્યું હતું

કેયુર રોકડીયાનું મેયર પદ પરથી રાજીનામું

રાજકોટ મહિલા ધારાસભ્ય અને ડેપ્યુટી મેટર ડો.દર્શિતા શાહ દ્વારા રાજીનામું આપ્યા બાદ હવે વડોદરાના મેયર કેયુર રોકડીયાએ પણ મેયર પદ પરથી રાજીનામું આપ્યું છે.વડોદરાના મેયર તરીકે ધારાસભ્ય કેયુર રોકડિયા પદભાર સંભાળી રહ્યા હતા પરંતુ પક્ષના આદેશથી તેઓએ મેયરપદ પરથી રાજીનામું તેઓએ મેયરપદેથી રાજીનામુ આપ્યું છે અને તેઓ કોર્પોરેટર પદે યથાવત રહેશે.

એક વ્યક્તિ એક પદના મુજબ આપ્યું રાજીનામું

ભાજપ દ્વારા એક વ્યક્તિ એક પદના સુત્રના અમલીકરણ પર જોર મુકવામાં આવ્યું છે.જે અંતર્ગત એક વ્યક્તિ એક પદના ભાજપમાં નિયમ અનુસાર વડોદરાના મેયર કેયુર રોકડિયાએ રાજીનામું આપ્યું છે.કેયુર રોકડિયા વડોદરાના મેયર બન્યા બાદ તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.કેયુર રોકડિયાના રાજીનામાં બાદ હવે સંસ્કારી નગરી વડોદરાને નવા મેયર મળશે.આ અંગે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરશે.

Share Now