સુરત પોલીસે શાળામાં ‘ગુડ ટચ બેડ ટચ’ અંગેની માહિતી વિદ્યાર્થીનીઓને આપી

107

સુરત, 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર : સુરતમાં બાળકીઓ સાથે છેડતી તેમજ દુષ્કર્મના બનાવો ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે.ત્યારે આવી ઘટનાઓ રોકવા અને બાળકોમાં પણ જાગૃતિ આવે તે માટે સુરત પોલીસ દ્વારા શાળાઓમાં ‘ગુડ ટચ બેડ ટચ’ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.ત્યારે સીમાડા ખાતે આવેલી શાળામાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ શાળાના બાળકોને ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપી હતી.

સુરત શહેરમાં ભૂતકાળમાં નાની બાળકીઓ પર દુષ્કર્મ આ ઉપરાંત છેડતીના બનાવવા પ્રકાશમાં આવી ચૂક્યા છે,ત્યારે આવા બનાવો ન બને અને બાળકીઓ જાગૃત થાય તે માટે સુરત પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ હેઠળ ગુડ ટચ બે બેડ ટચ વિશે વિદ્યાર્થીનિઓમાં જાગૃતિ આવે તે માટે એક ખાસ મુહિમ શરૂ કરવામાં આવી છે.જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ પોલીસની શી ટીમ દ્વારા શહેરમાં આવેલી શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવે છે,તેમજ વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ વિશેની માહિતી આપવામાં આવે છે.

જે અંતર્ગત આજે સુરતના સીમાડા ખાતે આવેલી શાળામાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત ગુડ ટચ અને બેડ ટચ વિશે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સ્થાનિક પોલીસ,શી ટીમ તેમજ જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મોલ અને ડીસીપી ભક્તિ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.તેઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ કરી હતી અને ગુડ ટચ અને બે ટચ વિશેની માહિતી વિદ્યાર્થીને આપી હતી.

Share Now