ચેતવણી રુપ કિસ્સો : સુરતમાં પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

99

સુરત, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : સુરતના વરાછામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનના કારણે ધોરણ-9માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે.મોબાઈલની જીદમાં એક બાળકે પોતાનું જીવન ટૂંકાવી નાખતા પરિવારમાં શોકની માહોલ વ્યાપો છે.

મોબાઈલ ફોન ન અપાવતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું

જાણકારી મુજબ સુરતમાં રત્નકલાકાર પરિવારનો દિકરો ધોરણ 9 માં અભ્યાસ કરતો હતો.તેને પિતાએ પૈસા આવ્યાં બાદ ફોન અપાવવાનું કીધું હતુ.પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે પરિવારે ફોન ન લઈ આપતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.પુત્રના અણધાર્યા પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

14 વર્ષિય કિશોરના આપઘાતથી પરિવાર શોકમગ્ન

અત્યારનાં સોશીયલ મીડીયાનાં અને ઇન્ટરનેટનાં યુગમાં અનેક લોકોને મોબાઈલ ફોનની લત લાગી જતી હોય છે.પરંતુ તે અનેક વાર ઘાતક પણ સાબિત થતી હોય છે.તેમાય ખાસ કરીને બાળકોને મોબાઇલ આપવાની ટેવ મોંઘી પડી શકે છે.આવું જ કંઈક સુરતમાં થયું છે.સુરતના વરાછા સ્થિત હરીધામ સોસાયટીમાં રહેતા 14 વર્ષિય અજય ગુણાભાઈ બલદાણીયાએ મોબાઈલના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.જાણકારી અનુસાર તેના પિતાએ તેને પૈસા આવ્યા બાદ મોબાઈલ લાવી આપવાનું કહ્યું હતુ પરંતુ પિતાએ મોબાઈલ ફોન ન લાવી આપતા કિશોરને માઠુ લાગતા તેને આપઘાત કર્યો છે.સુરતમાં રહેતો આ પરિવાર મુળ ભાવનગરના મહુવાના બોરડી ગામનો વતની છે. 14 વર્ષિય કિશોરે આપઘાત કરી લેતા પરિવાર શોકમાંની લાગણી વ્યાપી છે.

Share Now