સુરત સિવિલ હોસ્પિટલમાં ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો વેડફાટ

104

સુરત, 1 માર્ચ 2023 બુધવાર : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી સામે આવી છે.સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર જ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.પાણીની ટાંકી ઓવરફલો થતા જ હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું.બીજી તરફ પાણીનો ભરાવો થતા દર્દીઓને પણ ભારે હાલાકી પડી હતી.સુરતની સિવિલ હોસ્પિટલમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે.સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર પાસે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.અહી પાણીનો વેડફાટ થતા ટ્રોમાં સેન્ટર નજીક જ ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા.અહી પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ સમયસર મોટર બંધ ન કરવામાં આવતા ટાંકી ઓવરફલો થઇ હતી અને પાણી ટ્રોમાં સેન્ટર પાસે ફરી વળ્યું હતું.અહી પાણીનો ભરાવો થતા દર્દીઓ અને તબીબોને પણ હાલાકી પડી હતી.દર્દીઓને સ્ટ્રેચર પર લાવવા લઇ જવામાં પણ હાલાકી પડી હતી.પાણીમાંથી દર્દીઓને સ્ટ્રેચર પર લઇ જવામાં આવ્યા હતા અને પાણીમાં લોકો ચાલવા મજબુર બન્યા હતા.સિવિલ હોસ્પિટલ કે જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં આ પ્રકારની બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે આટઆટલું પાણી વહી રહ્યું હતું ત્યારે કોઈ પણ વ્યક્તિએ તકેદારી લીધી ન હતી અને ટ્રોમાં સેન્ટર પાસે પાણીનો વેડફાટ થતા અહી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો.અને પાણીનો ભરાવો થતા દર્દીઓને હાલાકી પડી હતી.

Share Now