ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસમાં સાત દોષિતોને ફાંસીની સજા જયારે એકને આજીવન કેદ

74

– આ કેસમાં કુલ 9 આતંકીઓને દોષિત જાહેર કરાયા હતા.તેમાંથી એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો
– એક આતંકી સૈફુલ્લા એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો

નવી દિલ્હી, તા. 01 માર્ચ 2023, બુધવાર : ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન બ્લાસ્ટ કેસમાં યુપીના લખનઉની NIA કોર્ટે 7 લોકોને ફાંસીની સજા સંભળાવી છે.જ્યારે અન્ય એક આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ હતી.જે 7 આતંકવાદીઓને મોતની સજા સંભળાવાઈ આવી છે તેમાં મોહમ્મદ ફૈઝલ,ગૌસ મોહમ્મદ ખાન,મોહમ્મદ અઝહર,આતિફ મુઝફ્ફર,મોહમ્મદ દાનિશ,સૈયદ મીર હુસૈન અને આસિફ ઈકબાલ રોકીનો સમાવેશ થાય છે.

ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટમાં મદદ કરવા બદલ સાત દોષિતોને મૃત્યુદંડ અને એકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.પ્રતિબંધિત સંગઠન ISISના આતંકવાદીઓ મોહમ્મદ ફૈઝલ,ગૌસ મોહમ્મદ ખાન,મોહમ્મદ અઝહર,આતિફ મુઝફ્ફર,મોહમ્મદ દાનિશ,સૈયદ મીર હુસૈન અને આસિફ ઈકબાલ ઉર્ફે રોકીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી જ્યારે મોહમ્મદ આતિફ ઉર્ફે આતિફ ઈરાનીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.વિશેષ ન્યાયાધીશ વિવેકાનંદ શરણ પાંડેની કોર્ટે તમામ ગુનેગારોને અલગ-અલગ દંડ પણ ફટકાર્યો હતો.

અગાઉ સજા અનામત રખાઈ હતી

સજા સંભળાવતા પહેલા તમામ આરોપીઓને જેલમાંથી લાવીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.દિવસભરના હંગામા બાદ કોર્ટે લગભગ 8.30 વાગ્યે સજાની જાહેરાત કરી હતી.આ કેસમાં 25 ફેબ્રુઆરીએ કોર્ટે સજા પરની ચર્ચા પૂરી કરતા કહ્યું હતું કે, સજા 27 ફેબ્રુઆરીએ સંભળાવવામાં આવશે.બાદમાં કોર્ટે કહ્યું કે સજાની જાહેરાત 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.સ્પેશિયલ કોર્ટે દાખલ કરાયેલી ચાર્જશીટ,રજૂ કરાયેલા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે દોષિતોને દેશ સામે યુદ્ધ કરવા, આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા,વિસ્ફોટકો અને હથિયારો એકત્ર કરીને દેશ વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.ઝાકિર નાઈકનો વિડિયો બતાવી રહ્યો છે કે જેહાદ માટે યુવાનોને તાલીમ આપવાની સાથે પ્રતિબંધિત હથિયારો AK 47 અને કારતુસ રાખવા બદલ તેને સખત સજા ફટકારવામાં આવી છે.

2017માં રિપોર્ટ દાખલ કરાયો હતો

ATSના ડેપ્યુટી એસપી મનીષ ચંદ્ર સોનકરે આ મામલે 8 માર્ચ 2017ના રોજ રિપોર્ટ દાખલ કર્યો હતો.જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈન્ટરનેટ પર આતંકવાદી ઘટનાઓના વીડિયો અપલોડ કરીને આઈએસઆઈએસ સતત મુસ્લિમ યુવાનોને પોતાના સંગઠન સાથે જોડવાનો અને દેશવિરોધી પ્રવૃત્તિઓને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Share Now