સેલ્ફ સ્ટાઇલ્ડ ગોડ મેન અને ભાગેડુ નિત્યાનંદે થોડાક દિવસ પહેલાં એક ટ્વિટ કર્યું હતું.જેમાં નિત્યાનંદે કહ્યું હતું કે, ‘યૂનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા’ (USK) સંયુક્ત રાષ્ટ્ર (UN) સુધી પહોંચી ગઈ. કૈલાસાની સભ્ય વિજયપ્રિયાએ જેનેવામાં UNની મિટિંગમાં ભાગ લીધો હતો.આ સાથે તેને ફોટો પણ નાંખ્યો હતો.ટ્વીટ સામે આવતાં જ વિવાદ શરૂ થયો હતો.દરેક જગ્યાએ ચર્ચા છે કે, એક કાલ્પનિક દેશના મેમ્બર અંતમાં UN સુધી કેવી રીતે પહોંચી ગયા?. આ અંગે જાણવા UNના કેટલાક નિર્ણયો જાણવા જરૂરી છે.
સંયુક્ત રાષ્ટ્રની આ મિટિંગમાં માનવાધિકારના ઉલ્લંઘન પર ચર્ચા થાય છે.તેમાં કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા સંસ્થા જઈને તેની વાત મૂકી શકે છે. UNની વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને લાગે છે કે, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિ અંતર્ગત મળેલાં અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું અથવા ઉત્પીડન થઈ રહ્યું છે.તો ત્યાં જઈને પોતાની વાત રજૂ કરી શકે છે.વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે કે, આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ અંતર્ગત ફરિયાદ કરી શકાય છે. UNએ કુલ 9 માનવાધિકાર સંધી બનાવી છે.જે અંતર્ગત મળેલાં અધિકારોના ઉલ્લંઘન સાથે દાવો કરી શકાય છે. 25 ફેબ્રુઆરીએ નિત્યાનંદે ટ્વીટ કરીને લખ્યું હતું કે, UN જેનેવામાં યૂનાઇટેડ સ્ટેટ ઓફ કૈલાસા (USK).જેનેવામાં સંયુક્ત રાષ્ટ્રની આર્થિક,સામાજિક અને સંસ્કૃતિક અધિકારો અને વિકાસ પર ચર્ચામાં યૂનાઇટેડ સ્ટેટ ઓફ કૈલાસાએ ભાગ લીધો હતો.
USK at UN Geneva: Inputs on the Achievement of Sustainability
Participation of the United States of KAILASA in a discussion on the General Comment on Economic, Social and Cultural Rights and Sustainable Development at the United Nations in Geneva
The Economic, Social, and… pic.twitter.com/pNoAkWOas8
— KAILASA's SPH Nithyananda (@SriNithyananda) February 25, 2023
UNની આ મિટિંગમાં વિજયપ્રિયા નામની મહિલાએ ભારત પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.વિજયપ્રિયાએ કહ્યું કે, નિત્યાનંદ હિન્દુ ઘર્મમાં સર્વોચ્ચ ગુરુ છે અને તેને હેરાન કરવામાં આવી રહ્યો છે. UNની મીટિંગમાં નિત્યાનંદને સુરક્ષા આપવાની પણ માગ કરી છે.મહત્ત્વનું છે કે, નિત્યાનંદ વર્ષ 2019માં ભારત છોડીને ભાગી ગયો હતો. તેના પર ગુજરાતમાં રેપ કેસ દાખલ કરાયો છે.
શું છે કૈલાસા?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતથી ભાગીને નિત્યાનંદે ઇક્વાડોરમાં જમીન અને તેને પોતાનો દેશ જાહેર કરી દીધો હતો.નિત્યાનંદે આ કથિત દેશનું નામ કૈલાસા અથવા યૂનાઇટેડ સ્ટેટ્સ ઓફ કૈલાસા USK રાખ્યું અને તેને હિન્દુ રાષ્ટ્ર કહ્યું છે.કૈલાસાની વેબસાઇટ મુજબ, આ દેશ દુનિયાભરમાં હેરાન કરાયેલાં હિન્દુઓને સુરક્ષા આપે છે.અહીં જાતિ અને લિંગનો ભેદવાન કર્યા વગર હિન્દુ શાંતિથી રહે છે.
વેબસાઇટ પર આપેલી માહિતી મુજબ, કૈલાસામાં અંગ્રેજી,સંસ્કૃત અને તમિ ભાષા બોલાય છે.આ કથિત દેશનું રાષ્ટ્રિય પશુ નંદી છે.રાષ્ટ્ ધ્વજ ઋષભ ધ્વજ છે.ઝંડા પર નિત્યાનંદનો ફોટો લાગેલો છે.દેશનું રાષ્ટ્રીય ફુલ કમળ અને રાષ્ટ્રીય ઝાડ બરગદ છે.એટલું જ નહીં કૈલાસાનું પોતાનું સંવિધાન હોવાનો પણ દાવો કરાયો છે.