– સુમિતે જે વિડિઓ ફરતો કર્યો છે એમાં અવધ ગ્રુપના જ્યંતિ ઇક્લેરાએ 200 કરોડ રૂપિયા લઇ લીધા હોવાનો આરોપ છે,જયારે અનિલ ભગતે 125 કરોડ તેમજ નામચીન બ્રોકર ગુડ્ડુ પોદ્દાર,બબલુ કોર્પોરટટર,ઓમકાર સિંઘ,નિમેષ અગ્રવાલ,ગણેશ ગોએન્કા,નીતિન સિંઘલ,રમેશ કોઠારી,રમેશ ગુપ્તા સહીત અનેકના નામોનો ઉલ્લેખ કરતા શહેરના રિયલ એસ્ટેસ્ટ સેક્ટરમાં ભૂચાલ
– ગઈકાલે અમદાવાદમાં સુરતના બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેમાં પણ અવધ ગ્રૂપના ભાગીદાર જ્યંતિ ઇક્લેરા સામેલ હોવાની ચર્ચા !
સુરત, 4 માર્ચ 2023 શનિવાર : ( એડિટર : જિગર વ્યાસ ) : ગઈકાલે સુરતના મોટા મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અમદાવાદ સોલા વિસ્તારમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.આત્મહત્યાના પ્રયાસ પહેલા તેને એક વીડિયો જારી કરી સુરતના એક મોટા માથાને લઇ પોતાની તેની વેદના વ્યક્ત કરી હતી.આ વિડીઓમાં બિલ્ડર અરવિંદ ચોવટીયા કે જેઓ હાલ બરબાદ થઇ ગયા છે અને જેને લઇ તેમને છેલ્લા દોઢ વર્ષથી સુરત છોડી દીધું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.જેમાં શહેરના બિલ્ડર આલમમાં ચર્ચા છે કે અવધ ગ્રુપના જયંતિ ઇકલેરાના ત્રાસથી આ બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જયારે ગઈકાલે સુરતના વધુ એક બિલ્ડર કમ બ્રોકર સુમિત ગોએન્કાએ એક વિડિઓ જારી કરતા સુરતના બિલ્ડર આલમમાં ભૂચાલ મચી જવા પામ્યો છે.આ વિડીઓમાં સુમિત ગોએન્કાએ જયંતિ ઇક્લેરા તેમના 200 કરોડ રૂપિયા ખાઈ ગયા હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો છે.આ ઉપરાંત વિડીઓમાં બીજા ડઝન જેટલા જમીનના ધંધા સાથે સંકળાયેલા લોકોના નામોનો ઉલ્લેખ કર્યો છે.તે જોતા અમદાવાદ અને સુરતના આ બે અલગ અલગ કિસ્સાઓમાં અવધ ગ્રુપના જ્યંતિ ઇક્લેરા ફરી ચર્ચામાં આવ્યા છે.આ ઉપરાંત સુમિત ગોએન્કાએ જે વિડિઓ જારી કર્યો છે એમાં થયેલા આક્ષેપને જોતા સુરતના જમીનના ધંધામાં રાજકીય નેતા અને અંડરવર્લ્ડ પણ સામેલ હોવાનું જણાઈ રહ્યું છે.શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી રહ્યા છે ત્યારે સુરત છોડીને ભાગેલા સુમિત ગોએન્કાએ વિડીઓમાં જે આક્ષેપ કર્યા છે તેને લઇ સુરતમાં અંડરવર્લ્ડ ફરી સક્રિય થયું હોવાનું નકારી શકાય તેમ નથી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પહેલી ઘટનામાં વરાછાના બિલ્ડરને સહજાનંદ વિહાર ગૃપમાં નાણાની લેતી દેતીની મામલે પરેશાન કરવામાં આવતા આવતા હતા.તેમના નિકટના મિત્રે મિડિયા સાથે વાતચીત કરતા અન્ય બિલ્ડર્સ અને દલાલ હેરાન કરતા હોવાની વાતનો ખુલાસો કર્યો હતો.આપધાતનો પ્રયાસ કર્યાં પહેલા બિલ્ડરે પણ પોતાના વિડીઓમાં કેટલીક વાતો જણાવતા વેદના વ્યક્ત કરી છે.આ વીડિયો સામે આવતા હડકંડ મચી ગયો છે.આત્મહત્યાનો પ્રયાસ કરનાર બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ SGVP હોસ્પિટલમાં દાખલ છે અને તેમને ત્યાં પણ પોતાની પત્નીના દુપટ્ટા વડે હોસ્પિટલમાં જ આત્મહત્યાનો વધુ એક વાર પ્રયાસ કર્યો હતો પરંતુ આ વખતે પણ તેમને બચાવી લેવાયા હતા.શહેરના બિલ્ડર આલમમાં ચર્ચા છે કે બિલ્ડર અરવિંદ ચોવટિયાએ દોઢ વર્ષ અગાઉ સુરત છોડીને અમદાવાદ રહેવા જતા રહ્યા હતા કારણ કે તેમના ધંધાકીય વ્યહવારો શહેરના નામાંકિત અવધ ગ્રુપના જયંતિ ઇક્લેરા સાથે હતા અને જમીનના ધંધામાં વાંકુ પડતાં જ્યંતિ ઇક્લેરાએ દાબદબાણ અને પઠાણી ઉઘરાણી શરુ કરી હતી એને જેના ત્રાસથી કંટાળી ગઈકાલે તેમને જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો.
બીજી તરફ ગઈકાલે જ સુરતના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા કહેવાતા બિલ્ડર કમ બ્રોકર સુમિત ગોએન્કાએ 800 કરોડમાં ઉઠમણું કર્યું હોવાની ચર્ચાએ પણ બિલ્ડર લોબીમાં ખળભળાટ મચાવ્યો છે.જાણકાર સૂત્રોના મતે બિલ્ડર સુમિત ગોએન્કાએ જમીનમાં મોટાપાયે ફુલેકું ફેરવ્યું છે જેમાં જમીનના ધંધા સાથે સંકળાયેલા અનેક લોકોને રાતાપાણીએ નવડાવ્યા છે.આ બિલ્ડર કમ બ્રોકર સુમિત ગોએન્કાએ છેલ્લા ઘણા સમયથી લોકોને રૂપિયા નહીં ચુકવતા વિવાદ ચાલી રહ્યો હતો એ બધા વચ્ચે સુમિત ગોએન્કા છેલ્લા ચાર દિવસથી ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ તેમના આ કથિત ઉઠમણાને લઇ શહેરના બિલ્ડર આલમમાં અનેક ચર્ચાઓ ચાલી રહી હતી જે વચ્ચે તેનો એક વિડિઓ ગઈકાલે સુમિત ગોએન્કાએ જારી કર્યો હતો.જેમાં શહેરના ડઝન કરતા વધુ નામચીન લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે જેમાં સૌ પ્રથમ બિલ્ડર જયંતિ ઇક્લેરા કે જેને 200 કરોડ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો છે જયારે અનિલ ભગત 125 કરોડ,બ્રોકર ગુડ્ડુ પોદ્દાર,બબલુ કોર્પોરેટર,ઓમકારસિંહ,ગણેશ ગોએન્કા,રમેશ કોઠારી,રમેશ ગુપ્તાના નામનો ઉલ્લેખ કર્યો છે.જેમાં સુમિત ગોએન્કા કહી રહ્યો છે કે તેને આ બધાએ બરબાદ કરી નાંખ્યો છે અને તે કોઈ દિવસ કોઈના રૂપિયા ખાવા માંગતો ન હતો પરંતુ જયંતિ ઇક્લેરાએ 200 કરોડ અને અનિલ ભગતે 125 કરોડ લઇ લેતા તે આર્થિક ભીંસમાં મુકાઈ ચુક્યો છે.આ વિડીઓમાં સુમિત ગોએન્કા એ જે પ્રકારે આક્ષેપો કર્યા છે તેમાં તેને ગેંગસ્ટર્સ મારફતે ધાક ધમકીઓ મળી હોવાનો પણ ઉલ્લેખ કરતા સુરત શહેરના જમીનના ધંધામાં અંડરવર્લ્ડ પણ સક્રિય હોવાનું જાણવા મળ્યું છે.સુમિત ગોએન્કાએ પણ અનેકોની ટોપી ફેરવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જેમાં બિલ્ડર્સ,ફાઇનાનાસર્સ અને ખેડૂતોના કરોડો રૂપિયા ઓહિયાં કરી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.કેટલાક કિસ્સાઓમાં સુમિત ગોએન્કાએ પોતાના માનીતા પોલીસ અધિકારીઓની પનાહ લઇ 50 ટકામાં સેટલમેન્ટ કરી લીધા છે જયારે અન્યોને રાતાપાણીએ નવડાવ્યા હોવાની વાત છે.સુમિત ગોએન્કાએ જારી કરેલા વિડિઓએ શહેરમાં હાલ ભારે ચર્ચા જગાવી છે ત્યારે આ વિડિઓ બાબતે તપાસ થાય તો હજી ઘણા ચહેરાઓ બેનકાબ થાય એવી શક્યતા છે.એ ઉપરાંત છેલ્લા ચાર દિવસથી સુમિત ગોએન્કા ઘર છોડીને ગાયબ થઇ ગયો છે અને જાણકારોના મતે હાલ તે નેપાળ પહોંચી ચુક્યો છે અને આવનારા દિવસોમાં શહેરના રિયલ એસ્ટટમાં તેની સાથે થયેલી છેતરપિંડી બાબતે ચેક પીએમઓ ઓફિસ અને ગુજરાત સરકારને પણ ફરિયાદ કરશે તેવું જાણવા મળ્યું છે.સુરત શહેર પોલીસે પણ હવે આ વિડીઓમાં તપાસ કરવાની જરૂરત છે કારણ કે આવનારા દિવસોમાં વધુ વિડિઓ સુમિત ગોએન્કા જારી કરી શકે એવી શક્યતા છે.જેમાં શહેરના જમીનના ધંધામાં અંડરવર્લ્ડની એન્ટ્રી ફરી થઇ ચુકી હોવાનું આ વિડિઓ પરથી ફલિત થઇ રહ્યું છે.બીજી તરફ જયંતિ ઇક્લેરા બે અલગ અલગ પ્રકરણમાં ફસાઈ રહ્યા હોવાની પણ શહેરના બિલ્ડર આલમમાં ચર્ચા ચાલી રહી છે.આપઘાતનો પ્રયાસ કરનાર બિલ્ડર અરવિંદ ચોવટિયાએ વિડિઓમાં ભલે નામ જાહેર ન કર્યું હોય પણ શંકાની સોય હમણાં સંપૂર્ણપણે જ્યંતિ ઈકલરા તરફ સંધાઈ છે.જયારે ગઈકાલે જે વિડિઓ સુમિત ગોએન્કાએ જાહેર કર્યો અને જેમાં જયંતિ ઇકલરાએ 200 કરોડ લઇ લીધા છે એવો આક્ષેપ કર્યો ત્યારે હવે આ સમગ્ર પ્રકરણને લઇ ભારે વિવાદ છેડાઈ ચુક્યો છે.સુમિત ગોએન્કાએ કરેલા આક્ષેપો જો સાચા ઠરશે તો શહેરના બિલ્ડર આલમમાં કાળા નાણાંનો જે વહીવટ થઇ રહ્યો છે તેને લઇ ઈન્ક્મટેક્ષ અને અન્ય તપાસ અજેન્સીઓ પણ આ મામલે એન્ટ્રી કરે એવી શક્યતા છે.
વધુમાં સુમિત ગોએન્કાએ પોતાના વિડીઓમાં જયંતિ ઇક્લેરા સહીત એક ડઝન જેટલા લોકો વિરુદ્ધ જે આક્ષેપ કર્યા છે તેને લઇ સનસની મચી છે.જાણકારોના મતે અવધ ગ્રુપના લવજી બાદશાહે પોતાના ધંધાકીય સંબંધો છેલ્લા પાંચ વર્ષથી જયંતિ ઇક્લેરા સાથે પૂર્ણ કરી દીધા છે.નામચીન જયંતિ ઇક્લેરા સૌ પ્રથમ હવાલાનો ધંધો શરુ કર્યો હતો ત્યારબાદ આરજો-મારજો કે જેને જમીનના ધંધામાં અમુક રકમ અને પ્રોપર્ટી આપી વેપાર કર્યો હોવાનું કહેવાય છે તેના કિંગ તરીકે નામના હાંસિલ કરી હતી અને ત્યારબાદ તેમને જમીનના ધંધામાં ઝંપલાવી છેલ્લા દશ વર્ષમાં મોટું એમ્પ્યાર ઉભું કર્યું છે.જાણકારોના મતે જયંતિ ઇક્લેરા અને કથિત બિલ્ડર કમ બ્રોકર સુમિત ગોએન્કા એકબીજા સાથે જમીનના ધંધામાં સંકળાયેલા હતા અને ત્યારબાદ બંને વચ્ચે મતભેદો શરુ થયા હતા.જેમાં સુમિત ગોએન્કાના 200 કરોડ કરતા વધુ રૂપિયા જ્યંતિ ઇક્લેરાએ પચાવી પાડતા અને બીજી તરફ સુમિત ગોએન્કાએ ફેરવેલાં 800 કરોડના ફુલેકામાં અન્યોએ પણ તેની સાથે છેતરપિંડી કરતા સુમિતે સનસનીખેજ આરોપ લગાવતા ત્રણ વિડિઓ વાઇરલ કર્યા છે.આ વિડિઓ બાદ હવે સુમિત ગોએન્કા વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવાના છે.હાલ તો સુમિત ગોએન્કાના વિડીઓ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને બીજી બાજુ અરવિંદ ચોવટીયા અને સુમિત ગોએન્કાના આક્ષેપ અને આપઘાત પ્રકરણમાં જ્યંતિ ઇક્લેરા કેન્દ્રમાં આવ્યા છે.તો શું હવે સુરત પોલીસ સમગ્ર કેસમાં તપાસ શરુ કરશે કે ભીનું સંકેલવામાં આવશે ? બિલ્ડર અરવિંદ ચોવટિયાએ આપઘાતનો વિડિઓ જે રીતે લાઈવ કરી પોતાની વેદના ઠાલવી છે અને એ હદ સુધી ત્રાસ વેઠયો છે કે તે જયંતિ ઇક્લેરા શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સાથે હોઈ તેમજ તેમના રાજકીય સંબંધ પણ હોઈ આ મામલે હવે મુખ્યમંત્રી કક્ષાએથી તપાસના આદેશ અપાઈ તો બિલ્ડર અરવિંદ ચોવટીયા અને સુમિત ગોએન્કાએ જે આક્ષેપો કર્યા છે તે મામલામાં ન્યાયિક કાર્યવાહી થઇ શકે અન્યથા આ પ્રકરણ દબાવવા ઘણા ખરા અંશે પ્રયત્નો શરુ થઇ ચુક્યા છે.આ ઉપરાંત એક રાજનેતાનું નામ આવતા સુરત પોલીસે પણ તપાસ કરવામાં વિચારવાની નોબત ઉભી થઇ ચુકી છે.