સુરતના અશ્વિન ચોવટીયા આપઘાત પ્રકરણમાં અવધ ગ્રુપના જ્યંતિ ઇક્લેરાનું નામ ખુલતા મચ્યો ખળભળાટ : વાંચો સુસાઇડ નોટ

2412

સુરત, તા. 6 માર્ચ 2023,સોમવાર : ( એડીટર જિગર વ્યાસ ) : ગત તારીખ 2 માર્ચના રોજ અમદાવાદ ખાતે જાહેરમાં આપઘાત કરવાનો બે વખત પ્રયત્ન કરનારા સુરતના સિદ્ધેશ્વર કોર્પોરેશનના બિલ્ડર અશ્વિન ચોવટીયા આપઘાત પ્રકરણમાં સનસનીખેજ ખુલાસો થયો છે. ‘હિન્દુસ્તાન મિરર’ અખબાર અને ન્યુઝ પોર્ટલે કરેલી ઇન્વેસ્ટિગેટિવ તપાસમાં ગતરોજ અવધ ગ્રુપના ભાગીદાર જયંતિ બાબરીયા ઉર્ફે જ્યંતિ ઈકલેરા વિરુદ્ધ પ્રસિદ્ધ કરેલો અખબારી અહેવાલ આજરોજ અક્ષરશ: સાચો સાબિત થયો છે.હિંદુસ્તાન મિરર અખબારે 800 કરોડના સુમિત ગોએન્કાના કૌભાંડમાં બિલ્ડર જયંતિ ઈકલેરાના શંકાસ્પદ વ્યહવારોનો ઉલ્લેખ કર્યો હતો.આ ઉપરાંત અમદવાદ ખાતે અશ્વિન ચોવટીયાના આપઘાત પ્રકરણમાં પણ તેમની સામેલગીરી હોવા અંગેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા.જે આજરોજ સુસાઇડ નોટના આધારે સાચા ફલિત થઇ રહ્યા છે.બીજી તરફ ફુલેકાબાજ સુમિત ગોએન્કાનો 800 કરોડના કૌભાંડના સેન્ટરમાં પણ જયંતિ ઇક્લેરા હોવાની વાતને સમર્થન પ્રાપ્ત થયું છે.જેમાં એક વિડિઓ દ્વારા સુમિત ગોએન્કાએ અવધ ગ્રુપના જયંતિ ઇક્લેરા વિરુદ્ધ 200 કરોડ ખાઈ જવાનો આરોપ લગાવ્યો હતો.અમદાવાદ અને સુરતની આ બંને અલગ અલગ ઘટનાનો છેડો હવે અવધ ગ્રુપના જયંતિ ઇક્લેરા સુધી પહોંચતા સમગ્ર રાજ્ય અને શહેરના બિલ્ડર આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે.

આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મોટા વરાછાના બિલ્ડર અને સ્વામીનારાયણ સંપ્રાદયમાં માનનારા તેમજ છેલ્લા 18 વર્ષથી સિદ્ધેશ્વર કોર્પોરેશનના નામે જમીનનો ધંધો કરતા મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયાએ ગત તારીખ બે માર્ચના રોજ એક વિડિઓ બનાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સદ્દનસીબે એમનો આબાદ બચાવ થયો હતો.આ વિડિઓ બિલ્ડર અશ્વિન ચોવટીયાએ અમદાવાદ ખાતેથી લાઈવ આત્મહત્યા કરવાના ઇરાદે કર્યો હતો.જે છેલ્લા ચાર દિવસથી સોશ્યિલ મીડિયા સહીત સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે.બિલ્ડર અશ્વિન ચોવટિયાએ જે આપઘાત કર્યો છે એની પાછળ અન્ય કોઈ નહીં પણ અવધ ગ્રુપના ભાગીદાર અને આર્જો-મારજોના કહેવાતા કિંગ જયંતિ ઇક્લેરા જવાબદાર હોવાનો સનસનીખેજ આરોપ પીડિત બિલ્ડર અશ્વિન ચોવટિયાએ પોતાની સુસાઇડ નોટમાં કર્યો છે.સુસાઇડ નોટમાં પોતાના બે વખતના આપઘાત કરવાના પ્રયત્ન માટે તેમને અવધ ગ્રુપના ભાગીદાર જ્યંતિ ઇક્લેરા આણી મંડળીને જવાબદાર ઠેરવ્યા છે.જેને લઇ સમગ્ર શહેરના બિલ્ડર આલમ અને સામાન્ય લોકોમાં આ આપઘાત પ્રકરણ અત્યંત ચર્ચાસ્પદ બન્યું છે.

આપઘાતનો પ્રયાસ કરનારા બિલ્ડર અશ્વિન ચોવટિયાને લઇ જનસંવેદનાનું મોજું પ્રસરી રહ્યું છે,જયારે જયંતિ ઇક્લેરા અને તેમના સાગરીતો વિરુદ્ધ જનઆક્રોશ પ્રવર્તી રહ્યો હોવાનો માહોલ બન્યો છે.પીડિત બિલ્ડર અશ્વિન ચોવટીયાના 21 કરોડ રૂપિયાની સંપત્તિ અવધ ગ્રુપના ભાગીદાર જયંતિ ઇક્લેરા,બ્રોકર ગુડ્ડુ પોદ્દાર કે જેનું નામ સુમિત ગોએન્કાના 800 કરોડ કરતા વધુના જમીન સંબંધિત વ્યહવારોમાં સંકળાયેલું છે તેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.આત્મહત્યા કરવા મજબૂર થયેલા મોટા વરાછાના બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ અમદાવાદ ખાતે એસજીવીપી હોસ્પિટલમાં દાખલ છે અને તેમની તબિયત નાજુક હોવાના સમાચાર વચ્ચે આજરોજ આ મોટો ઘટસ્ફોટ થતા શહેરના પ્રબુદ્ધ,સામાન્ય નાગરિકો અને ખુદ ધંધો-વેપાર કરતા વર્ગમાં હલચલ મચી જવા પામી છે.બિલ્ડર અશ્વિન ચોવટીયા હાલ જીવનમરણ વચ્ચે ગોથા ખાઈ રહ્યાં છે ત્યારે સોશ્યિલ મીડિયામાં જે વિડિઓ વાઇરલ કરી તેમને બે વખત આત્મહત્યાના પ્રયાસ કર્યા હતા.જેની પાછળ જવાબદાર જયંતિ ઇક્લેરા અને તેના સાગરીતો દ્વારા જે પ્રકારે ધાકધમકીઓ અને દાબદબાણ આપી અશ્વિન ચોવટીયાની 21 કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.તેમજ આખા પ્રકરણમાં મરણોત્તર આક્ષેપો કરાયા છે.સુસાઇડ નોટમાં જયંતિ બાબરીયા ઉર્ફે ઇક્લેરા અને તેમની સાથે જમીનના ધધમાં સંડોવાયેલા અન્ય સાગરીતો કે જેમના થકી સતત અશ્વિન ચોવટીયા અને તેમના પરીવારને જમીન-સંપત્તિ પચાવી પાડવા ધાકધમકીઓ આપવામાં આવતી હતી,જેના કારણે અંતે બિલ્ડર અશ્વિન ચોવટિયાએ દોઢ વર્ષ અગાઉ સુરત છોડી પરીવાર સાથે અમદાવાદ રહેવાનું શરુ કર્યું હતું પરંતુ તે છતાં તેમને અને તેમના પરીવારને જયંતિ ઇક્લેરા અને તેના સાથીઓ દ્વારા ધાકધમકી અને પરીવારને મારી નાંખવાની તેમજ જમીન પચાવી પાડવા અંગે પોલીસ કે અન્ય કોઈને જાણકારી કે જાણ કરવા બાબતે હેરાનગતિ કરવામાં આવતી હતી.ચાર દિવસ અગાઉ બિલ્ડર ચોવટીયાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને લઇ રહસ્ય ઘુંટાઈ રહ્યું હતું.તેના ઉપરથી હવે પડદો હતી ચુક્યો છે.આપઘાતના વાઇરલ વિડીઓમાં તેમને કોઈ ચિંતન નામના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું હતું કે હું મરી જાઉં ત્યારબાદ આ કોલ રેકોર્ડિંગ અને અન્ય પુરાવા પોલીસને સોંપજે જેથી મને ન્યાય મળે.તે ઉપરાંત બિલ્ડર અશ્વિન ચોવટિયાએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે, આ બધા એ મળીને મને ફસાવ્યો છે.સિંગણપોરવાળી જગ્યામાં મને ફસાવી ખોટો દસ્તાવેજ કરી લીધો છે અને બાકી હતું એમાં જ્યંતિ બાબરીયા ઉર્ફે ઇક્લેરા,જમીન દલાલ ગુડ્ડુ પોદ્દાર,ધીરુ હિરપરા,રજની ડાબરીયા,પરેશ વડોદરિયા સહિતના બધા એ મળીને મારી સાથે ચિટિંગ કર્યું છે.અને ફ્લેટના સોદા કરવાના નામે મારી સાથે ડાઇરી બનાવી મારા ફ્લેટો અને દુકાનો પચાવી પાડ્યા છે.આ બધામાં જયંતિ બાબરીયાએ ડાયરીઓ કેન્સલ કરવાનો ખેલ કરી મારા ફ્લેટોનો દસ્તાવેજ કરાવી લીધો છે અને એક કરોડ સાઈઠ લાખ રૂપિયા લીધા બાદ મારી અન્ય મિલ્કતો પણ પચાવી પાડી હતી.એ ઉપરાંત જ્યંતિ બાબરીયા ઉર્ફે ઇક્લેરા આની મંડળીએ જે ત્રાસ બિલ્ડર અશ્વિન ચોવટીયા વિરુદ્ધ ગુજાર્યો છે જેનો સંપૂર્ણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સુસાઇડ નોટમાં જયંતિ બાબરીયા સહિતના લોકોએ આપેલા ધાકધમકીના કિસ્સઓ અંગે કોલ રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે મુખ્ય હોવાનો ઉલ્લેખ કરાયો છે.આ સુસાઇડ નોટમાં તમામ કોલ રેકોર્ડિંગના પુરાવા ઓફિસમાં મુક્યા હોવાનું પણ તેમને વિડીઓમાં જણાવ્યું છે.તેમજ જ્યંતિ ઇક્લેરા રાજકીય કેનેક્શન ધરાવતા હોય આ તમામ પુરાવા નેશનલ મીડિયાને પહોંચાડવા પણ અનુરોધ કર્યો છે જેથી તેમને બરબાદ કરનારા તમામ વિરુદ્ધ તેમના મૃત્યુ પછી તેમને ન્યાય મળી શકે પરંતુ હાલ અશ્વિન ચોવટીયા મરણ પથારીએ છે જયારે આશ્ચર્યજનક વાત એ છે કે અમદાવાદમાં બનેલા આ પ્રકરણમાં અશ્વિન ચોવટિયાની ફરિયાદ ઝીરો નંબરથી સરથાણા પોલીસ સ્ટેશનને મોકલી દેવાઈ છતાં હજી સરથાણા પોલીસ કાગળિયાં મળ્યા ન હોવાનું રટણ કરી રહી છે.ત્યારે એટલા ગંભીર પ્રકારના ગુનામાં પોલીસની કામગીરી પણ શંકાના દાયરામાં પ્રવેશી ચુકી હોવાની ચર્ચા ચાલી રહી છે.

વધુમાં જાણકાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર ખેલ જ્યંતિ બાબરીયા અને બ્રોકર ગુડ્ડુ પોદ્દારના ઈશારે કરાયો છે.જેમાં બિલ્ડર અશ્વિન ચોવટિયાના સહજાનંદ પ્રસ્થ નામના રેસીડેન્સીયલ પ્રોજકેટમાં જેટલા ફ્લેટ તૈયાર કરવામાં આવ્યા હતા.એમાં સૌ પ્રથમ બ્રોકર તરીકે ગુડ્ડુ પોદ્દાર કે જે 800 કરોડના જમીન સંબંધિત ફુલેકાબાજ કથિત બિલ્ડર કમ બ્રોકર સુમિત ગોએન્કાનો મિત્ર છે જેના હાથ નીચે જમીનનો ધંધો શીખ્યો એવો દાવો કરનારા અને હાલ ફરાર ગોએન્કા કે જેને પણ અવધ ગ્રુપના જયંતિ બાબરીયા ઉર્ફે ઇક્લેરા વિરુદ્ધ આક્ષેપ કર્યા છે.એને આપઘાતનો પ્રયાસ કરનારા અશ્વિન ચોવટીયાને ત્યાં જઈ સોદા કર્યા હતા.ડાયરીઓ બનાવી હતી અને બાદમાં ડાયરીઓ કેન્સેલ કરવાના નામે ખેલ શરુ કરવામાં આવ્યો હતો તેમજ આખી રાજરમતમાં કોઠાબાજી અને પ્રીપ્લાન રીતે બિલ્ડર અશ્વિન ચોવટિયાના ફ્લેટો અને દુકાનોનો ખેલ પાડી દેવામાં આવ્યો હતો.

બિલ્ડર અશ્વિન ચોવટિયાના એક ફ્લેટમાં કબ્જો કરવામાં આવ્યો હોવાનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે.જયારે વાલક પાટિયા ખાતે 7 જેટલી દુકાનો પણ પચાવી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.બિલ્ડર ચોવટિયાના ફ્લેટો અને દુકાનોની ડાયરીઓ અને દસ્તાવેજ મળી કુલ 20 થી 21 કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાતા અંતે ત્રાસેલાં બિલ્ડર અશ્વિન ચોવટિયાએ સુરત છોડી અમદાવાદનો રસ્તો પકડ્યો હતો અને છેલ્લા દોઢ વર્ષથી આ ત્રાસ સતત જારી રહેતા આપઘાતના બે પ્રયાસ કર્યા હતા પણ બંને વખતે તેમનો બચાવ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત બિલ્ડર અશ્વિન ચોવટિયાએ બળજળબરી પૂર્વક પડાવી લેવાયેલાં સહજાનંદ પ્રસ્થના ચાર ફ્લેટો અને વાલક ખાતેની સાત દુકાનોના પ્રાપ્ત કરેલા પેમેન્ટ્સ જ્યંતિ એક્લેરાને રીટર્ન કર્યા છે છતાં પણ તેમને તેમની તમામ સંપત્તિ ગુમાવાનો વારો આવ્યો હોવાની પણ ચર્ચા છે.બીજી તરફ 800 કરોડના ફરાર સુમિત ગોએન્કાએ પોતાના વિડીઓમાં અવધ ગ્રુપના જયંતિ એકલેરાએ 200 કરોડ ખાઈ ગયા હોવાનો દાવો કર્યો છે જેને લઈને પણ હવે સુરતના બિલ્ડર આલમમાં તરહ-તરહની ચર્ચા અને થિયરીઓ ચાલી રહી છે.હાલ તો જયંતિ ઇક્લેરા,બ્રોકર ગુડ્ડુ પોદ્દાર આણી મંડળી એ જે પ્રકારે બિલ્ડર અશ્વિન ચોવટિયાનો ખેલ પાડી આત્મહત્યા માટે મજબુર કરી દીધા એમ સુમિત ગોએન્કાએ કરેલા 200 કરોડના દાવાને લઇ ઊંડાણપૂર્વકની તાત્કાલિક તપાસની જરૂરિયાત ઉભી થઇ છે.શહેર પોલીસ જયંતિ ઇક્લેરા અવધ ગ્રુપ સાથે સંકડાયેલા હોવાના કારણે કે તથ્યો સુધી પહોંચી ન શકવાના કારણે વિલંબ કરી રહી હોય તો હવે બિલ્ડર અશ્વિન ચોવટિયાના કેસમાં જે સુસાઇડ નોટ છે તે અને તેમની ઓફિસમાં મુકેલા કોલ રેકોર્ડિંગની ઘનિષ્ઠ તપાસ તરફ પ્રયાણ કરે તો કાયદો વ્યવસ્થા માટે ઉત્તમ દાખલો સાબિત થશે કારણ કે સુમિત ગોએન્કા અને અશ્વિન ચોવટીયા બંને વચ્ચેના છેડામાં હાલ તો સુસાઇડ નોટ અને આરોપોનામાં ને લઇ સંબંધિત આરોપીઓ ફિટ બેસી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.શહેરમાં ચાલી રહેલી અન્ય એક ચર્ચા મુજબ પોલીસ પર રાજકીય દબાણ હોવાના કારણે તપાસ ઉલ્ટા પાટે ચડાવવા અને ન્યાય માંગતા અશ્વિન ચોવટીયા તેમજ આક્ષેપગ્રસ્ત નામાંકિત તથા પ્રતિષ્ઠિત બિલ્ડર જયંતિ ઇકલેરાના કારનામાઓ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ થઇ રહયો હોય એવું લાગી રહ્યું છે.

અવધ ગ્રુપના જ્યંતિ બાબરીયા વિરુદ્ધ સુમિત ગોએન્કાએ 200 કરોડ પચાવી પાડ્યા હોવાનો દાવો કર્યો : વિડિઓ જારી છતાં પોલીસ તપાસવિહીન !

બિલ્ડર અશ્વિન ચોવટીયા અને ફરાર બ્રોકર કમ બિલ્ડર સુમિત ગોએન્કાએ 800 કરોડના જમીન સંબંધિત કૌભાંડમાં જ્યંતિ બાબરીયા,બ્રોકર ગુડ્ડુ પોદ્દાર સહીત ડઝન જેટલા લોકો પર આક્ષેપ કરતો વિડિઓ જારી થયા બાદ બિલ્ડર આલમમાં હડકંપ મચ્યો છે.ચોવટિયાની સુસાઇડ નોટે શહેરના જમીનના ધંધામાં ચાલતા લેન્ડગ્રબીંગના કિસ્સાને ઉજાગર કરી નાખ્યા છે.જયારે બીજી તરફ ફુલેકાબાજ સુમિત ગોએન્કાના વિડિઓમાં પણ જયંતિ ઇકલેરા વિરુદ્ધ 200 કરોડ લઇ લીધા હોવાનો ગંભીર આરોપ જોડાતા શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખળભળાટ મચાવી દીધો છે.આ બધા વચ્ચે બે સમાંતર જમીનના પ્રકરણમાં અવધ ગ્રુપના જયંતિ ઇકલેરાનું નામ ખુલતા વધુ સનસનાટી મચી છે કારણ કે અવધ ગ્રુપ એક પ્રતિસ્થ બિલ્ડર ગ્રુપ છે જેના મુખ્ય કર્તાહર્તા લવજીભાઈ બાદશાહ,દિલીપભાઈ ઉધડ અને ચંદુભાઈ ઉર્ફે સીએમ છે.જેમાં એક ભાગીદાર જ્યંતિ બાબરીયા ઉર્ફે ઇક્લેરા પણ સામેલ છે.હવે જયારે 800 કરોડના પ્રકરણના આક્ષેપગ્રસ્ત જયંતિ ઇક્લેરા,ગુડ્ડુ પોદ્દાર કે જે રમતનું મોહરું છે કે જેને બિલ્ડર અશ્વિન ચોવટિયાને ત્યાં દલાલ તરીકે એન્ટ્રી કરી ખેલ શરુ કર્યો હતો.જયારે જમીનનો કક્કો – બારાખડી શીખવાડ્યા એવા એના કથિત ગુરુ સુમિત ગોએન્કા પણ તેના પર ગંભીર આક્ષેપ કર્યા છે.હવે આજ ગુડ્ડુ પોદ્દારે વરાછામાં જયંતિ ઇક્લેરા સાથે મળી બિલ્ડર અશ્વિન ચોવટીયાને 21 કરોડમાં નહવડાવી ચુક્યો છે એવી ચર્ચા છે ત્યારે પ્રશ્ન એ ઉભો થયો છે કે બે અલગ અલગ પ્રકરણના જમીનકાંડના કુંડાળામાં ભેરવાયેલાં જયંતિ ઇક્લેરા વિરુદ્ધ તપાસ કયારે શરુ થશે ?

Share Now