હિન્દુસ્તાન મિરરના અહેવાલનો પડઘો : નામચીન બિલ્ડર જયંતી ઈકલેરા આણી મંડળી વિરુદ્ધ ફરિયાદ દાખલ

242

સુરત,તા. 9 માર્ચ 2023, ગુરુવાર : શહેરના મોટા વરાછા વિસ્તારના બિલ્ડર અશ્વિન ચોવટીયાના આપઘાત પ્રયાસ પ્રકરણમાં આખરે પોલીસ દ્વારા શહેરના કુખ્યાત બિલ્ડર જયંતિ બાબરીયા ઉર્ફે જયંતી ઈકલેરા,એસ્ટેટ બ્રોકર ગુડ્ડુ પોદાર આણી મંડળી સામે પોલીસ દ્વારા ખંડણી અને મની લોન્ડરિંગ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા સમગ્ર બિલ્ડર લોબી સહિત રીયલ એસ્ટેટમાં ફફડાટ મચી જવા પામ્યો છે.જો વાત કરવામાં આવે તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા વરાછા અબ્રામા રોડ વિસ્તારમાં રહેતા અને મોટા વરાછામાં સહજાનંદ પ્રસ્થાનના નામે પ્રોજેક્ટ કરનાર અશ્વિન ચોવટીયા ગઈ તારીખ બે માર્ચના રોજ અમદાવાદના સોલા વિસ્તારમાં જાહેરમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.હાલમાં તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે.અશ્વિન ચોવટીયાએ આપઘાત નો પ્રયાસ કરતા પહેલા વિડીયો બનાવ્યો હતો તેમજ બે પાનાની સુસાઇડ નોટ લખી હતી.

આ સુસાઇડ નોટમાં સુરતના કુખ્યાત બિલ્ડર જયંતી બાબરીયા ઉર્ફે જયંતી ઈકલેરા,ગુડ્ડુ પોદાર (એસ્ટેટ બ્રોકર),ધીરુ હિરપરા,રજની કાબરીયા,પરેશ વાડદોરીયા,વીરજી સિહોરા,ઉદેસિંહ ડોડીયા દ્વારા તેની સાથે કરોડો રૂપિયાની ચીટીંગ કર્યાનો ગંભીર આક્ષેપ લાગ્યો હતો.આ ઉપરાંત જયંતિ ઇક્લેરાએ એક કરોડ 60 લાખ રૂપિયા પડાવી લીધા હતા.તેમજ તેના સાથીદારો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.મહત્વનું છે કે બિલ્ડર જયંતિ ઇકલેરાના ત્રાસથી કંટાળીને બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર અશ્વિન ચોવટીયા દ્વારા જારી કરવામાં આવેલ સુસાઇડ નોટ તેમજ વિડીયો વાયરલ થતાં સમગ્ર બિલ્ડર લોબી માં હ ડકમ મચી જવા પામ્યો છે.પોતાની જાતને તીસમારખા સમજનાર નામચીન બિલ્ડર જયંતી ઈકલેરાને ખ્યાલ આવી ગયો હતો કે પોલીસની તપાસ નો રેલો આવશે એટલે તેણે સમગ્ર પ્રકરણમાંથી બહાર નીકળવા માટે ખૂબ ધમ પછાડા કર્યા હતા.પરંતુ અંતે અમદાવાદના સોલા પોલીસ દ્વારા અશ્વિન ચોવટીયાની ફરિયાદને આધારે જયંતી ઈકલેરા,ગુડ્ડુ પોદાર,રજની કાબરીયા,ધીરુ હિરપરા,પરેશ વાડદોરીયા,જીગ્નેશ સખીયા સામે ખંડણી અને મની લેન્ડરીંગ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં અશ્વિન ચોવટીયાએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મોટા વરાછા વિસ્તારમાં સહજાનંદ પ્રસ્થના નામે આવેલ પ્રોજેક્ટમાં ટોળકીએ 10 ફ્લેટની ડાયરી બનાવી હતી જેમાં માત્ર ત્રણ ફ્લેટના પૈસા આપ્યા બાદ બાકીના સાત ફ્લેટના નાણાં નહીં ચૂકવી સરથાણા જકાતનાકા ખાતે દીપકમલ કોમ્પલેક્ષમાં આવેલ તેને ઓફિસમાં આવી ધાક ધમકી આપતા હતા.જ્યારે જીગ્નેશ સખીયા નામના આરોપીએ આજે લીધેલા બે કરોડની વસુલાત માટે ધમકી આપતો હતો.

મહત્વનું છે કે અમદાવાદના સોલા પોલીસ દ્વારા અશ્વિન ચોવટીયા ની ફરિયાદ જીરો નંબરથી દાખલ કર્યા બાદ સુરતમાં ટ્રાન્સફર કરવામાં આવતા સરથાણા પોલીસ દ્વારા આરોપીઓ સામે ખંડણી અને મની લેન્ડ્રીગ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Share Now