બાહુબલી મધુ શ્રીવાસ્તવે ફેંક્યો પડકાર,કહ્યું કે 2024માં ખુલ્લેઆમ…..

125

વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીઓ સુધી ગુજરાતના બાહુબલી ધારાસભ્યની છબી ધરાવતા મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ ચીમકી આપી દીધી છે.મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, વર્ષ 2022નો બદલો વર્ષ 2024માં લઇશ.વાઘોડિયા સીટ પરથી 7 વખતના ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપનારાઓને પાઠ ભણાવવાની ચીમકી આપી હતી.મીડિયાને આપેલા નિવેદનમાં મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી ટિકિટ નક્કી હતી,પરંતુ વડોદરા લોકલના સાંસદ (રંજનબેન ભટ્ટ)એ તેમની ટિકિટ કપાવી હતી.તેમણે આગળ કહ્યું કે, હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ.વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ ન મળવા પર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી,ત્યારબાદ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.લાંબા સમયથી ભાજપના કબજામાં રહેનારી આ સીટ અપક્ષના ખાતામાં જતી રહી હતી અને મધુ શ્રીવાસ્તવના ચિર પ્રતિદ્વંદ્વી ધર્મેન્દ્ર સિંહ વાઘેલાને જીત મળી હતી.

ભાજપના ઉમેદવાર અને તાત્કાલીન વડોદરા જિલ્લાના અધ્યક્ષ અશ્વિન પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો હતો.મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું વર્ષોથી ભાજપમાં છું અને જો ભાજપનો કોઈ કાર્યક્રમ થતો હોય,તો અમે જરૂર શુભેચ્છા પાઠવીએ છીએ,પરંતુ હું નહીં જાઉ, વિધાનસભાની ચૂંટણીમાં મારી ટિકિટ પાક્કી હતી.વડોદરાના સાંસદે મારી ટિકિટ કાપી દીધી. હું વર્ષ 2024માં ખુલ્લેઆમ વિરોધ કરીશ.

મધુ શ્રીવાસ્તવે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટનું નામ લીધું નથી અને વડોદરાના સાંસદ કહીને પ્રહાર કર્યો હતો.મધુ શ્રીવાસ્તવે ટિકિટ કાપવાના સમય પર કહ્યું હતું કે, સ્થાનિક ભાજપના નેતાઓએ ટિકિટ કપાવી,પરંતુ ચૂંટણીના 3 મહિના બાદ મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, મારી ટિકિટ વડોદરાના સાંસદે કપાવી.તેમણે એમ પણ કહ્યું કે, એટલે વર્ષ 2024ની ચૂંટણીમાં હું ખુલ્લેઆમ વિરોધ કરીશ.વર્ષ 2019માં રંજનબેન ભટ્ટ બીજી વખત સાંસદ બન્યા હતા.

વર્ષ 2014માં વડોદરા લોકસભા સીટ પરથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીત હાંસલ કરી હતી.ત્યારબાદ તેમણે વારાણસીની સીટને નક્કી કરતા વડોદરાની સીટ છોડી દીધી હતી.ત્યારબાદ પેટાચૂંટણીમાં રંજનબેનને ટિકિટ મળી હતી અને તેમણે જીત હાંસલ કરી હતી.ભાજપે વર્ષ 2019માં તેમને ફરી ચાંસ આપવામાં આવ્યો હતો.રંજનબેન પૂર્વમાં શહેરમાં ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.મધુ શ્રીવાસ્તવના આરોપ પર અત્યાર સુધી વડોદરાના સાંસદનું કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Share Now