જમ્મુ-કાશ્મીરમાં NIAના અનેક સ્થળો પર દરોડા, આતંકવાદી ફંડિંગ સામે કાર્યવાહી

72

– શ્રીનગર,શોપિયાં,પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના અનેક જિલ્લામાં દરોડા
– દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તપાસ

NIAની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના અનેક જિલ્લામાં દરોડા પડ્યા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે.સૂત્રોના જણાવ્યા મુજબ,દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તપાસ કરવામાં આવી રહી છે.

NIA ટીમ એક્શનમાં

મળતી માહિતી મુજબ, NIAની ટીમે શોપિયન જિલ્લાના વાચી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા,લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.એનઆઈએની એક ટીમ અનંતનાગના અચવાલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે,જ્યાં હજુ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આસિયા અંદ્રાબીના ઘરની પણ તપાસ કરાઈ

વહેલી સવારે શ્રીનગરમાં મહિલા અલગતાવાદી આસિયા અંદ્રાબીના ઘરની પણ તપાસ કરવામાં આવી હતી આસિયા હાલ જેલમાં છે. NIA દ્વારા 2019માં તેમનું ઘર એટેચ કરવામાં આવ્યું હતું.

Share Now