
– પોપટના ત્રાસથી બચવા માટે ખેડૂતો અપનાવી રહ્યા છે આવી તરકીબ
– ખેડૂતો નારકોટિક્સ વિભાગની દેખરેખ હેઠળ જ અફીણનો પાક કરી શકે છે.
મધ્યપ્રદેશના મંદસૌર,નીમચ અને રતલામમાં મોટી સંખ્યામાં ખેડૂતો અફીણની ખેતી કરતા જોવા મળે છે.અને આની ખેતી કરવા માટે ખેડૂતોને તેના માટે નારકોટીક્સ વિભાગમાથી લાયસન્સ લેવુ પડતુ હોય છે.ખેડૂતો નારકોટિક્સ વિભાગની દેખરેખ હેઠળ જ અફીણનો પાક કરી શકે છે.પરંતુ હવે અહી ખેડૂતોની અફીણની ખેતી પર ખતરો જોવા મળી રહ્યો છે.વાત એમ છે કે અહી પોપટ અફીણ ખાવા લાગ્યા છે.તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનનો ડર સતાવી રહ્યો છે.
પોપટથી હેરાન થઈ ગયા છે અફીણની ખેતી કરતા ખેડૂતો
પોપટના ત્રાસના કારણે અહી અફીણની ખેતી કરતાં ખેડૂતો હેરાન થઈ ગયા છે.અફીણની ખેતી કરનારા ખેડૂતોને તેની ઉપજ સરકારને આપવી પડતી હોય છે.અને જો ખેડૂતો આમ ન કરે તો સરકાર દ્વારા અફીણની ખેતીનો કોન્ટ્રાક્ટ પુર્ણ કરી દેવામાં આવે છે.આવી પરિસ્થિતિમાં કેટલાક ખેડૂતોએ અફીણના પાકને પોપટથી બચાવવા માટે પ્લાસ્ટીકની નેટ લગાવવાની નોબત આવી છે.
પોપટના ત્રાસથી બચવા માટે ખેડૂતો અપનાવી રહ્યા છે આવી તરકીબ
પોપટના ત્રાસથી બચવા કેટલાક ખેડૂતોએ અફીણના પાકને પ્લાસ્ટીકની નેટ લગાવી દીધી છે જેના કારણે તેમના નુકસાનથી બચી શકાય.પહેલા મોટી માત્રામાં પોપટ અફીણના ડોડા પર ચાંચ મારી ઉડી જતા હતા.જો કે હવે પ્લાસ્ટિક નેટ લગાવવાથી પોપટની સંખ્યામાં ઘટાડો થયો છે.આ સિવાય નીલ ગાયોનો પણ ત્રાસ વધી રહ્યો છે.