રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની ટીકા કરનાર 34 વર્ષીય રશિયન પોપ સ્ટાર દિમા નોવા મૃત હાલતમાં મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ દિમા નોવા ફેસમ ‘ક્રીમ સોડા’ બેન્ડની સંસ્થાપક હતા.દિમા નોવાનું એક ગીત રશિયામાં યુદ્ધવિરોધી વિરોધ દરમિયાન પ્રખ્યાત બન્યું હતું જેમાં તેણે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની કથિત $1.3 બિલિયન હવાલાની ટીકા કરી હતી.
દિમા નોવાએ ‘એક્વા ડિસ્કો’ ગીત ગાયું હતું જે મોસ્કોના યુક્રેન પરના આક્રમણના વિરોધમાં વારંવાર ગવાય છે અને એટલું લોકપ્રિય બન્યું હતું કે વિરોધને ‘એક્વા ડિસ્કો પાર્ટી’ કહેવામાં આવે છે.રશિયન ન્યૂઝ વેબસાઈટ પીપલટોકે અહેવાલ આપ્યો છે કે યારોસ્લાવલ ક્ષેત્રમાં રશિયાની વોલ્ગા નદી પાર કરતી વખતે દિમા નોવા બરફમાંથી પડી ગયા અને ડૂબી ગયા.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે દિમા નોવા તેના ભાઈ રોમા અને બે મિત્રો સાથે હતા.
પોપ ગ્રૂપ ‘ક્રીમ સોડા’એ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને દિમા નોવાના મૃત્યુની જાહેરાત કરી હતી.ગ્રુપે ઈન્સ્ટા પર લખ્યું કે ગઈકાલે રાત્રે અમારી સાથે એક દુર્ઘટના બની હતી. અમારો દિમા નોવા તેના મિત્રો સાથે વોલ્ગા સાથે ચાલી રહ્યો હતો અને અચાનક બરફની નીચે પડી ગયો.સરકારી તંત્ર હજુ પણ તેના ભાઈ રોમા અને મિત્ર ગોશા કિસેલેવને શોધી રહ્યું છે.દિમા નોવાને ‘દિમિત્રી સ્વર્ગુનોવ’ નામથી પણ ઓળખવામાં આવે છે.