બોગોટા,તા. 22 માર્ચ 2023, બુધવાર : કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ દેશની મુખ્ય ડ્રગ હેરફેર કરતી કાર્ટેલ ગલ્ફ ક્લાન સાથે યુદ્ધવિરામ સંધિ સ્થગિત કરી દીધી છે.તેમને કાર્ટેલ પર દહેશત અને આતંક ફેલાવવાનો આરોપ મૂક્યો છે અને સુરક્ષા દળોને ડ્રગ માફિયાઓની ગુનાહિત ટોળકી સામે લશ્કરી કામગીરીને ફરીથી સક્રિય કરવાનો આદેશ આપ્યો છે.
કોલંબિયામાં સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરવા માટે રાષ્ટ્રપતિની યોજનાના ભાગરૂપે ડિસેમ્બરમાં બંને પક્ષે યુદ્ધવિરામ પર સંમતિ સાંધવામાં આવી હતી.જે સંધિનો ડ્રગ કાર્ટેલે ભંગ કરતા સશસ્ત્ર સંઘર્ષને સમાપ્ત કરવાના રાષ્ટ્રપતિ પેટ્રોના પ્રયાસને મોટો ફટકો પડયો છે.તેમની નીતિ તેમના પૂર્વગામી ઑફિસ, ઇવાન ડ્યુક કરતા ધરમૂળથી અલગ છે,જેમણે કોલંબિયાના ગેરકાયદેસર સશસ્ત્ર જૂથો સામે લશ્કરી કાર્યવાહી આગળ વધારીને શાંતિ સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાષ્ટ્રપતિ પેટ્રોએ તેના બદલે ડઝનબંધ ગુનાહિત સંગઠનો સાથે દુશ્મનાવટનો અંત આણવા વાટાઘાટોના માધ્યમથી દેશમાં શાંતિ સ્થાપવાનો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
31 ડિસેમ્બર 2022 ના રોજ, સરકારે જાહેરાત કરી હતી કે તે ગલ્ફ ક્લાન તેમજ નેશનલ લિબરેશન આર્મી (ELN) ના બળવાખોરો અને કોલંબિયાના રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ (Farc) ના અસંતુષ્ટો સાથે દ્વિપક્ષીય યુદ્ધવિરામ સંધિના પ્રસ્તાવને મંજુરી આપી હતી,પરંતુ આ પાછલા અઠવાડિયે, પ્રમુખ પેટ્રોએ ગલ્ફ ક્લાન પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે અને તેમને હુમલા માટે દોષી ઠેરવ્યા છે અને કહ્યું છે કે તેણે અનૌપચારિક સોનાની ખાણિયાઓના વિરોધને ઉશ્કેર્યો છે.
એક ટ્વિટમાં તેણે ગલ્ફ ક્લાનના સભ્યો પર પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.આ ક્ષણથી જ ગલ્ફ ક્લાન સાથે કોઈ યુદ્ધવિરામ નથી.સુરક્ષા દળોએ આ માફિયા સંગઠનની રચનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે,તેમણે ટ્વિટર પર લખ્યું હતું.
કોલંબિયાના પોલીસ દળના વડા હેનરી સનાબ્રિયાએ જણાવ્યું હતું કે વધુ અધિકારીઓને એકત્ર કરવામાં આવશે અને તે વિસ્તારોમાં મોકલવામાં આવશે જ્યાં ગલ્ફ ક્લાન સૌથી વધુ સક્રિય છે.કોલંબિયાના ઘણા પ્રાંતોમાં કાર્ટેલની હાજરી છે અને તેણે અન્ય ગુનાહિત સંગઠનો સાથે આંતરરાષ્ટ્રીય જોડાણો સ્થાપિત કર્યા છે જેની સાથે તે કોલંબિયાથી યુએસ અને છેક રશિયા સુધી ડ્રગ્સની દાણચોરી કરે છે.તે લોકોએ દાણચોરી અને ગેરકાયદે સોનાની ખાણ પર પણ કબ્જો કર્યો છે.
2021 માં ગલ્ફ કાર્ટેલના લીડર ડેરો એન્ટોનિયો ઉસુગાને પકડી લેવામાં આવ્યો હતો,જેને ઓટોનીલ તરીકે પણ ઓળખવામાં આવે છે.જેના કારણે ગલ્ફ ક્લાનનું માળખું નબળું પડ્યું હતું, પરંતુ જૂથના અન્ય એકમોએ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
પ્રમુખ પેટ્રોએ અંતે કહ્યું કે દેખીતી રીતે વાટાઘાટોની કોઈ શક્યતા નથી,જ્યારે ગલ્ફ ક્લાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હુમલાઓ ચાલુ રાખે છે.જેથી યુદ્ધવિરામ સંધિ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે અને સૈન્ય કાર્યવાહી કરવાના આદેશ જારી કરવામાં આવ્યા છે જેને લઇ કોલમ્બિયામાં ફરી ડ્રગ કાર્ટેલ અને સરકાર વચ્ચે ઘર્ષણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.