– અતિક અહેમદને ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો
– ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદ અને અશરફ સહિત 11 લોકો આરોપી છે
અમદાવાદ, 28 માર્ચ 2023, મંગળવાર : ઉમેશ પાલ અપહરણ કેસમાં કુલ 11 આરોપીઓ હતા.તેમાંથી એકનું મોત થયું હતું.કોર્ટે 3ને દોષિત ઠેરવ્યા છે.જ્યારે 7ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.કોર્ટે અતિક અહેમદ સહિત ત્રણને આજીવન કેદની સજા સંભળાવી છે.અતિખ અહેમદ,દિનેશ પાસી ખાન અને શૌલત હનીફને દોષિત જાહેર કર્યા છે જ્યારે અતીકના ભાઈ અશરફ,અંસાર બાબા,ફરહાન,ઈસરાર,આબિદ પ્રધાન,આશિક મલ્લી અને એજાઝ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા છે.
અતિક અહેમદ સહિત ત્રણેય દોષિતોને આજીવન કેદની સજા
પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટે માફિયા અતિક અહેમદ સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે.ત્રણેય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ઉમેશ પાલના પરિવારને આપવાની રહેશે.
શું હતો કેસ ?
બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા.જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા.આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા.ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું.અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો.ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.