નવી દિલ્હી,તા. 26 માર્ચ 2023, મંગળવાર : કેન્દ્ર સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા લંબાવી છે.નવી મળતી માહિતી મુજબ, PAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક નોટિફિકેશન જારી કરીને આ જાણકારી આપી છે.મહત્વનું છે કે, આ પહેલા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી
3 મહિનાનો સમય લંબાવાયો
જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે હવે તમને આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવી રહ્યો છે.બીજી તરફ, જો તમે આ સમયમર્યાદા સુધી તમારા પાન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો,તો તમારું પાન કાર્ડ ડેએક્ટીવેટ થઈ જશે.
– આધાર-પાન લિંકિંગને લઈને સરકારે આપી મોટી રાહત
– આધાર-પાન લિંકિંગની મુદત વધુ 3 મહિના વધારાઇ
– હવે 30 જુન 2023 સુધી આધાર-પાન લિંકિંગ કરાવી શકાશે
– 10,000 રૂપિયાનો દંડ
જોકે આ નવી ડેડલાઈન સાથે પણ આધાર પાન લિંક કરવા પર તમારે 1000 રૂપિયાનો દંડ ભરવો પડશે. 1 જુલાઈ બાદ લિંક ન થવાના કિસ્સામાં તમારું પાન કાર્ડ ડીએક્ટિવ થઈ જશે અને તમારે તેનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.