સરકારી બાબુઓ કરોડો રૂપિયાની કટકી કરીને પોતાની કાયદેસરની આવક કરતા અધધધ કિંમતના આસામી બની જતા હોય છે.આવું જ કાંઈક પંચમહાલના તલાટીએ પણ કર્યું છે.કરોડો રૂપિયાની આવક ઊભી કરી લીધી છે જેમાંથી 29.55 ટકા આવક તેની કાયદેસરની આવક કરતા વધારે છે.આ મામલે તેના સામે એસીબી દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આવક કરતાં ઈન્વેસ્ટમેન્ટ વધુ
પંચમહાલના કાલોલ તાલુકામાં તત્કાલીન તલાટી કમ મંત્રી તરીકે કામ કરતો અબ્દુલ રજાક હાજી યુસુફ ઈબ્રાહીમ દોલતીની ફરજના 1 એપ્રીલ 2006થી 30 જુન 2017 સુધી પોતાના કાયદેસરની કુલ આવક 1.41 કરોડ રૂપિયા સામે તેના ખર્ચ અને રોકાણ 1.83 કરોડના હતા.જેના પછી કાર્યવાહીમાં એસીબીને ખબર પડી કે, ભ્રષ્ટ રીતોથી હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદે નાણાં કમાણી કરીને 41.74 લાખની અપ્રમાણસરની મિલકતો ઊભી કરી હતી.જે તેની કુલ આવકના 29.55 ટકા વધારે હોવાનું સામે આવ્યું હતું.આખરે એસીબી દ્વારા તેની સામે ગુનો નોંધી વધારે કાર્યવાહી હાથ લીધી હતી.