નિયોલ ગામે ફરી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ 1.41 લાખના દારૂ સાથે 4 ની અટક્યાત 7 વોન્ટેડ

68

બારડોલી : સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં રેડ કરી લીસ્ટ બુટલેગરના સાગરિતો સુરત શહેરમાં દારૂ પહોંચાડવાની ફિરાકમાં હતા.જેઓને ઝડપી લઈ 1.41 લાખનો વિદેશી દારૂ સાથે 4 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઇસનોની અટક્યાત કરી હતી તમેજ લિસ્ટેડ બુટલેગર સહિત 7 ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના માણસો સોમવારે મળસ્કે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.જે દરમિયાન બાતમી મળી હતી કે, પલસાણાના તાંતીથૈયાના સોનીપાર્ક 2 માં રહેતા અકિલ અહેમદ સૈયદ અહમદ કાદરી નાઓ રાજેશકુમાર રાજુ સોહનલાલ મારવાડી (રહે.માંડવી)નાઓને પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી સુરત શહેરમાં પહોંચાડવાની ફિરાકમાં છે.જે દારૂનો જથ્થો નિયોલ ગામની સીમમાં પશ્ચિમે બંધ નહેર પાસે મુકેલ છે જે બાતમી આધારે પોલીસે મળસ્કે 5 વાગ્યાના અરસામાં રેડ કરતા પોલીસને જોઈ 7 જેટલા ઈસમો નાસવા લાગ્યા જતા જેમાંથી પોલીસે બે ને પોલીસે ઝડપી લીધા હતા.તેમજ બે મોટરસાયકલ પર ભાગવા જતા પોલીસે પીછો કરી બે ઇમમોને ઝડપી લઇ આમ પોલીસે ઘટના સ્થળેથી કુલ 4 જેમાં આનંદ અશોકભાઈ રાઠોડ (રહે.નીયોલ )સુનિલભાઈ ભીખાભાઇ હરને,દુર્ગેશ મુનિલાલ રાજભર,ભોનુભાઈ ગુલાબ રાજભર (તમામ રહે સહારા દરવાજા સુરત)નાઓની અટક્યાત કરી હતી સ્થળ પર મૂકેલ 1269 નંગ વિદેશી દારૂની બોટલો કબ્જે કરી હતી.પ્રાથમિક પૂછપરછમાં ગુનામાં વધુ 7 ની સંડોવણી બહાર આવી હતી પોલીસે અકિલ કાદરી,રાજેશકુમાર સોહનલાલ શર્મા,જયેશ મંગુભાઈ રાઠોડ,માનવ રાઠોડ,અક્ષય રાઠોડ,સુજીત અને નિરજન પ્રધાન નાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.પોલીસે 1.41 લાખનો વિદેશી દારૂ 5 વાહન અને રોકડ રકમ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ કબ્જે કડોદરા પોલીસને સોંપ્યા હતા.ગુના સંદર્ભે પલસાણા પી.આઈ અજિત સિંહ ચાવડા તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

Share Now