વલસાડ LCBએ રૂ.16.83 લાખનો ગુટખા સાથે બે ને ઝડપી પાડ્યાં

67

વલસાડ : પોલીસે ગુટખાની કિંમત રૂ.16.83 લાખ, બે નંગ મોબાઈલ કિંમત રૂ. 10,000 તથા ટેમ્પાની કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 21.93 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક અજય વીરસિંગ ઠાકોર અને ક્લીનર જીતેન્દ્ર પ્રભુ લબાણા,બંને રહે. અમદાવાદ, કાલુપુરની ધરપકડ કરી છે.વાપીથી ટેમ્પામાં અમદાવાદ બિલ વગર લઈ જવાતો રૂ. 16.83 લાખના ગુટખા ભરેલો ટેમ્પો વલસાડ એલસીબીએ વલસાડના ગુંદલાવ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી અમદાવાદનો ટેમ્પો ચાલક અને ક્લીનરની ધરપકડ કરી છે.

મળતી વિગતો મુજબ વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાપીથી ટેમ્પામાં ગુટખાનો મોટા પ્રમાણમાં જથ્થો અમદાવાદ લઈ જવાતો હોવાની બાતમી આધારે વલસાડના ગુંદલાવ ચાર રસ્તા હાઇવે ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર જીજે 01/એચ.ટી./ 3468 ને અટકાવી તેની અંદર તપાસ કરતા 55 કોથળામાંથી ગુટખાનો મોટા પ્રમાણમાં બિલ વગરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગુટખાની કિંમત રૂ.16.83 લાખ,બે નંગ મોબાઈલ કિંમત રૂ. 10,000 તથા ટેમ્પાની કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 21.93 લાખના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક અજય વીરસિંગ ઠાકોર અને ક્લીનર જીતેન્દ્ર પ્રભુ લબાણા, બંને રહે. અમદાવાદ, કાલુપુરની ધરપકડ કરી છે.આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ૪૧(૧) ડી મુજબ ગુનો નોંધી આગળની તપાસ વલસાડ એલ.સી.બી. કરી રહી છે.

Share Now