– બંને જિલ્લામાં આજ સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે
પટના, તા. 04 એપ્રિલ 2023, મંગળવાર : બિહારના સાસારામ અને નાલંદામાં થયેલી હિંસક ઘટના આખા દેશની હેડલાઈન્સમાં છે.એડીજી હેડક્વાર્ટર જિતેન્દ્ર સિંહ ગંગવારે સોમવારે આ મામલાની માહિતી આપી હતી.તેમણે કહ્યું કે, નાલંદા અને સાસારામમાં શાંતિપૂર્ણ સ્થિતિ છે.પૂરતા પ્રમાણમાં સુરક્ષા દળો કેમ્પ કરી રહ્યા છે.નાલંદા અને રોહતાસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે.નાલંદા હિંસાના મામલામાં પોલીસે અત્યાર સુધીમાં 15 FIR નોંધી છે અને 130 લોકોની ધરપકડ કરી છે જ્યારે સાસારામમાં 3 FIR નોંધીને 43 લોકોની ધરપકડ કરવામાં આવી છે.બંને સ્થળોએ 4 એપ્રિલ એટલે કે મંગળવાર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ સંદર્ભે માહિતી આપતા ADG જિતેન્દ્ર સિંહ ગંગવારે જણાવ્યું કે, 4 એપ્રિલ સુધી રોહતાસમાં સાંજે 4:00 વાગ્યા સુધી અને નાલંદામાં રાત્રે 9:00 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ રહેશે.શાળાઓ,કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારી સંસ્થાઓ 4 એપ્રિલ સુધી બંધ છે.નાલંદા અને રોહતાસમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવી છે.તેમણે કહ્યું કે, સાસારામમાં વિસ્ફોટના સમાચાર હતા પરંતુ બિહાર પોલીસના જણાવ્યા પ્રમાણે એક ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા આ બાબતની સત્યતાની તપાસ કરવામાં આવી છે.
બિહારશરીફના નાલંદામાં હિંસા બાદ FSL ટીમ મદરેસા અઝીઝિયા પહોંચી હતી.જિલ્લાના બિહાર શરીફમાં શુક્રવારે મોડી સાંજે રામનવમીના સરઘસ પર પથ્થરમારો બાદ ફાટી નીકળેલી હિંસામાં કરોડોનું નુકસાન થયું છે.તેના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.એડીજીએ એમ પણ જણાવ્યું કે, બંને શહેરોમાંથી પલાયનના મામલાની પણ તપાસ કરવામાં આવી રહી છે.સાસારામમાં વિસ્ફોટના સમાચાર આવ્યા જ્યારે આ બાબતની સત્યતાની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે એક ઘરની બહાર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
બિહારના બે જિલ્લામાં રામનવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.ત્યારબાદ બંને જગ્યા પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.આ મામલે એડીજીએ જાણકારી આપી છે.એડીજી જિતેન્દ્ર સિંહ ગંગવારે જણાવ્યું કે, સાસારામમાં બે એસએસબી અને એક રૈફની કંપની કેમ્પ કરી રહી છે. 31 માર્ચના રોજ નાલંદાના પોલીસ સ્ટેશન અંતર્ગત ઘટના બની હતી.હિંસક ઘટના બાદ પલાયન મુદ્દે એડીજીએ કહ્યું કે, અમે દરેકના નિવેદન લઈ રહ્યા છીએ.પલાયનની તપાસ કરવામાં આવી રહી છે.કશું સામે નથી આવ્યું.