EDએ વાધવાન બંધુઓની આટલા કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

70

– જપ્ત કરેલી સંપત્તિમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ રાકેશ કુમાર વાધવાન અને સારંગ કુમાર વાધવાનની માલિકીની ગોવામાં આવેલી જમીન છે

મુંબઈ, તા. 4 એપ્રિલ 2023, મંગળવાર : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA)ની જોગવાઈઓ હેઠળ પુનઃવિકાસમાં અનિયમિતતા સંબંધિત કેસમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડની રૂા. 31.50 કરોડની બે સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે.આ મામલો ગોરેગાંવમાં પાત્રાચાલ સાથે જોડાયેલો છે.જપ્ત કરેલી સંપત્તિમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ રાકેશ કુમાર વાધવાન અને સારંગ કુમાર વાધવાનની માલિકીની ગોવામાં આવેલી જમીન છે. ED અનુસાર, ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા કરાયેલા અપરાધની કુલ આવક આશરે 1039.79 કરોડ છે.

ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ,રાકેશ કુમાર વાધવાન,સારંગ કુમાર વાધવાન અને અન્યો વિરુદ્ધ EOW, મુંબઈ દ્વારા કાર્યકારી ઈજનેર,મહારાષ્ટ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે EDએ PMLA, 2002 ની જોગવાઈઓ હેઠળ તપાસ શરૂ કરી છે.ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે.જપ્ત કરાયેલી સંપત્તિમાં ઉત્તર ગોવામાં રૂા. 31.50 કરોડમાં 1250 ચો.મી. અને 15300 ચો.મી.ની જમીનના 2 પ્લોટના સંપાદન માટે 2011 દરમિયાન 18.5 ટકાના ફ્લોટિંગ વ્યાજ પર લોન લેવામાં આવી હતી.સારંગ વાધવાનના અંગત ખાતામાંથી પ્લોટ વેચનારને 2 કરોડ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી.હાલ આા મામલે વધુ તપાસ ચાલુ છે.

સંજય રાઉતનું કનેક્શન

આ મામલે ઇડીએ શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પણ ધરપકડ કરી હતી.સંજય રાઉતની આ કેસમાં સંડોવણી હોવાનો આરોપ ઈડી કર્યો હતો,જેને પગલે રાઉરતે ત્રણ મહિના જેલમાં રહેવું પડ્યું હતું.રાઉતની ઈડી દ્વારા 31 જુલાઈ ૨૦૨૨એ ધરપકડ કરવામાં આવી હતી.શિવસેના સાંસદની જામીન અરજીની સુનાવણી ઘણી વખત ચાલતી રહી, પરંતુ દર વખતે કોર્ટમાંથી તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધતી રહી.હવે આખરે જુલાઈથી જેલમાં રહેલા રાઉતને જામીન મળી ગયા છે.

પહેલા સંજય રાઉતના રિમાન્ડ 8 ઑગસ્ટ સુધી અને પછી 22 ઑગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા હતા.આ સાથે જ તેના રિમાન્ડ ત્રીજી વખત 5 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યા હતા.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુંબઈમાં પાત્રાચાલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના આરોપો પર કાર્યવાહી કર્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Share Now