– સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્પીચ આપનારા વ્યક્તિઓ સામે પણ ગૃહ ખાતા દ્વારા કાર્યવાહી
વડોદરા,તા.04 એપ્રિલ 2023,મંગળવાર : વડોદરા શહેરમાં રામનવમી ની યાત્રા પર થયેલા પથ્થર મારામાં વડોદરા શહેર છોડીને ભાગી ગયેલા ઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચારી હતી.
વડોદરા ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં રાજ્ય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈપણ ધર્મના ઉત્સવો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની જરૂર છે કોઈની અફવાથી ગેરમાર્ગે દોરાવવું જોઈએ નહીં તાજેતરમાં વડોદરા શહેરમાં રામ નવમીની યાત્રા પર જે રીતે પથ્થર મારો થયો હતો અને જે પથ્થર મારો કરનારા તત્વો હતા તેઓની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી તે દિવસના સીસીટીવી ફૂટેજ હોય કે કેમેરામાંથી મળેલી ફૂટેજ હોય તેના આધારે તમામ તોફાની તત્વો ને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.તેમણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે હેડ સ્પીચ આપનારા વ્યક્તિઓ હોય જેને કારણે તોફાનોની શક્યતાઓ રહેલી છે તેવા સામે પણ ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરી રહી છે આવા વ્યક્તિઓ સામે પણ કોઈની શેહ શરમમાં આવ્યા વિના કાર્યવાહી કરવામાં આવી છે.તેમણે ગુજરાતની જેલોમાં સામૂહિક દરોડા પાડવામાં આવ્યા તેમાં પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી ઉચ્ચારી હતી સાથે સાથે વિરોધ પક્ષ જે રીતે કિરણ પટેલ મુદ્દે આક્ષેપો કરી રહી છે ત્યારે કિરણ પટેલને પણ ભાજપ સરકારે જ ધરપકડ કરીને કાર્યવાહી કરી રહી છે તેવી સ્પષ્ટતા કરી હતી.