‘મેરે યોગી ભૈયા જૈસા કોઈ નહીં’: અસદ એન્કાઉન્ટર પર કંગનાની પ્રતિક્રિયા

213

– કંગના રનૌતે યોગી આદિત્યનાથના વખાણ કર્યા

મુંબઈ, તા. 14 એપ્રિલ 2023, શુક્રવાર : કંગના રનૌત કોઈપણ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપવાનું ચૂકતી નથી.પછી ભલે તે ફિલ્મો,રાજકારણ અથવા કાયદો અને વ્યવસ્થા વિશે હોય. હાલમાં જ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથથી ખુશ થઈને કંગનાએ તેમને પોતાના ભાઈ ગણાવી દીધા છે.કંગનાની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

ગુરુવારે ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલે એ સમયે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું જ્યારે ઉમેશ પાલ હત્યા કેસના આરોપી અસદ અહેમદ અને ગુલામને UP STF દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા હતા.અસદ અહેમદ ગેંગસ્ટર અતીક અહેમદનો પુત્ર છે અને તે પણ લાંબા સમયથી વોન્ટેડ છે.ક્યાંક આ એન્કાઉન્ટરની ઉજવણી કરવામાં આવી રહી છે તો ક્યાંક તેને નકલી ગણાવીને સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.આ એન્કાઉન્ટર બાદ અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે હવે કંગના રનૌતે પણ પ્રતિક્રિયા આપી છે.

કંગના સંપૂર્ણપણે સીએમ યોગીની તરફેણમાં જોવા મળી હતી.તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર સીએમ યોગીની તસવીર શેર કરતી વખતે કંગનાએ લખ્યું- મારા ભાઈ જેવું કોઈ નથી.અને તેની સાથે જ નજર ના લાગે તેવું ઈમોજી પણ મૂક્યુ હતું. હાલ આ વિડીયો ઘણો વાયરલ થયો છે અને વાયરલ થયેલ આ વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે પીએમ મોદી યોગી આદિત્યનાથના વખાણ કરે છે અને તાળીઓ પાડીને તેની પ્રશંસા કરતા પણ કરે છે.જણાવી દઈએ કે, સીએમ યોગીનો આ વીડિયો એક મહિના પહેલાનો છે જ્યારે એમને વિધાનસભામાં માફિયાઓ વિશે આ વાત કહી હતી.

Share Now