નવી દિલ્હી,તા. 14 એપ્રિલ 2023, શુક્રવાર : પુત્ર અસદના મૃત્યુ બાદ ગેંગસ્ટર અતીક અહેમદ સંપૂર્ણપણે ભાંગી ગયો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન અતીક અહેમદ ઘણી વખત રડ્યો હતો.અતીક અહેમદે કહ્યું કે, હવે આપણે માટીમાં ભળી ગયા છીએ.બધી મારી ભૂલ છે,અસદનો કોઈ દોષ નહોતો.અતીકે કહ્યું કે ,દુનિયાનું સૌથી મોટું દુ:ખ વૃદ્ધ પિતાના ખભા પર યુવાન પુત્રની લાશ હોય છે.
મહત્વનું છે કે, અસદનો મૃતદેહ પ્રયાગરાજમાં અતીક અહેમદના ઘરે લાવવામાં આવશે,ત્યારબાદ તેને કસારી મસારી ટેલિફોન એક્સચેન્જ પાસેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવશે.અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને ઝાંસીમાં એન્કાઉન્ટર દરમિયાન યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા એન્કાઉન્ટર કરવામાં આવ્યુ હતુ.અસદ અહેમદ 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ હતો.તે સીસીટીવીમાં પણ કેદ થયો હતો.અસદની સાથે હત્યાકાંડમાં સામેલ ગુલામને પણ પોલીસે માર્યો હતો.મહત્વનું છેકે, બંને પર પાંચ લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું.