ભરૂચના પોલીસકર્મીને સાથી મહિલાકર્મી સાથે થઇ ગયો પ્રેમ : ઇલુ-ઇલુ પ્રકરણ પકડાતા પત્નીએ નોંધાવી ફરિયાદ

195

– પોલીસ વિભાગમાં પણ પતિ,પત્ની અને વોનો કિસ્સો
– નેત્રંગના સસ્પેન્ડેડ પોલીસ કર્મીનું મહિલા પોલીસ સાથે ઇલુ ઇલુમાં લગ્નજીવનમાં ક્રાઈમની એન્ટ્રી
– ઘરમાં જ પત્ની પાસે ભોજન બનાવડાવી પતિ અને પ્રેમિકા સાથે દારૂ પીતા

નવસારી બંદોબસ્તમાં પોલીસ પતિ મહિલા પોલીસકર્મી સાથે ગયો હતો અને દરિયા કિનારે 5 મિનિટની ભૂલના કારણે 7 વર્ષના લગ્નજીવનમાં ક્રાઈમની એન્ટ્રી થઈ હતી.ભરૂચ મહિલા પોલીસ મથકે હાલ અમદાવાદ પિયર રહેતા હીનાબેન સાંસિયાએ સસ્પેન્ડેડ હે.કો. પતિ સૌરભ નરસિંહ અંજારા અને મહિલા પોલીસ પારૂલબેન ગોસ્વામી સામે ફરિયાદ નોંધાવી છે.હિનાબેનના લગ્ન કોન્સ્ટેબલ સૌરભ સાથે 25 ઓક્ટોબર 2015ના રોજ થયા હતા.જેઓને 7 વર્ષના લગ્ન જીવનમાં કોઈ બાળક ન હતું. પતિની નોકરી 2016 થી ભરૂચમાં હતી.સી ડિવિઝન બાદ નેત્રંગમાં તેઓની બદલી થઈ હતી.જ્યાં નવસારીમાં પતિ અને પોલીસકર્મીઓ સાથે બંદોબસ્તમાં ગયા હતા.એક દિવસ પોલીસ વાનમાં જ અન્ય બે મહિલા પોલીસ સાથે પત્ની ભરૂચ આવતા હતા.ત્યાં પતિના મહિલા પોલીસ સાથે લગ્નેતર સંબંધ હોવાની હકીકત બહાર આવી હતી.

પતિની પ્રેમિકા એવી મહિલા પોલીસકર્મી તરફથી સાંભળવા મળ્યું હતું કે, તેની પત્નીને બાળક રહેતું નથી અને મને બાળક છે તો દવા પીવડાવવાની વાત કરે છે.પતિના મહિલા સહ કર્મી સાથે આડા સંબંધની જાણ થતાં પત્ની હતપ્રત બની ગઈ હતી. તાત્કાલિક પતિને ફોન કરી બોલાવતા પોલીસ પતિએ ખુલાસો કર્યો હતો કે, આ બધું મારી 5 મિનિટની ભૂલના કારણે થયું છે.અમે નવસારી બંદોબસ્તમાં ગયા હતા.ત્યારે દરિયા કિનારે બન્ને ખૂબ જ નજીક આવી ગયા હતા.

જે બાદ પત્ની હીનાબેનને સૌરભ અને પારૂલે હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું.બન્ને ઘરે જ બેસીને સાથે દારૂ પણ પીતા હતા.પતિ અવારનવાર મારઝૂડ કરતો હતો અને માનસિક શારીરિક ત્રાસ આપી પિયર પણ મૂકી આવ્યો હતો.જ્યારે તેની પ્રેમિકા એવી પોલીસ કર્મીએ ત્રણ વખત આત્મહત્યાનો સ્ટંટ પણ પત્ની સામે જ કર્યો હતો.આખરે કંટાળી પત્ની હીનાબેને સસ્પેન્ડેડ પોલીસ પતિ સૌરભ તેની પોલીસ પ્રેમિકા પારૂલબેન સામે ભરૂચ મહિલા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

Share Now