આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ

68

– ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી
– ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ નોંધાવી ફરિયાદ

સુરત, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા AAP ના નેતા ગોપાલ ઈટાલિયાની ધરપકડ કરવામાં આવી છે.અહેવાલો અનુસાર, ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ડ્રગ્સ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર ટિપ્પણી કરી હતી તે કારણે અટકાયત થઈ હતી બાદમાં જામીન પર તેમનો છુટકારો થયો હતો.

ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ નોંધાવી ફરિયાદ

ગુજરાત AAPના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને સુરત ક્રાઈમ બ્રાંચેની ઓફિસ ખાતે લઈ જવાયા હતા.ચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ ગૃહરાજ્ય મંત્રીના નામ લઈને ટિપ્પણી કરી હતી.ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ ફરિયાદ નોંધાવી હતી. 2 સપ્ટેમ્બર 2022ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવા મામલે ગોપાલ ઈટાલિયાએ હર્ષ સંઘવીને ‘ડ્રગ્સ સંઘવી’ કહ્યા હતા.જે વિવાદિત ટીપ્પણી પર તેમના વિરુધ ફરિયાદ નોંધાઈ હતી.

Share Now