પ્રેમ માટે ધર્મની દીવાલ તોડી ! મુસ્લિમ યુવતીએ બદલ્યો પોતાનો ધર્મ, હિન્દુ યુવક સાથે કર્યા લગ્ન

58

ઉત્તરપ્રદેશ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : ઉત્તરપ્રદેશના જનપદના બરેલીમાં રહેતી એક યુવતીએ પોતાના પ્રેમ માટે કરીને જાતિ ધર્મની દિવાર તોડીને અગ્નિને સાક્ષીમાં હિન્દુ રીત- રિવાજમાં સાત ફેરા લઈ લગ્ન કરી લીધા છે.યુવતીએ હિન્દુ ધર્મ અપનાવી અને તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે.અને લગ્નમાં સાત જન્મો સુધી સાથ નિભાવવાની કસમ લીધી છે.સોનમે કહ્યું કે તે સોમપાલ સાથે પ્રેમ કરે છે.પરંતુ ધર્મ અલગ હોવાના કારણે પરિવાર આ લગ્ન માટે તૈયાર નથી.જો કે પ્રેમ લગ્ન કરનાર આ યુગલને પોતાની જીવનો ખતરો રહેલો હોવાથી તેમણે પોલીસ પાસે તેમની સુરક્ષાની અપીલ કરી હતી.

હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવ્યા લગ્ન

વાસ્તવમાં થાણા બિસારતગંજ વિસ્તારમાં રહેનારી છોકરીએ પ્રેમા માટે પોતાનો ધર્મ બદલી હિન્દુ છોકરા સાતે લગ્ન કરી લીધા હતા.પહેલા તેનુ નામ સબીના હતું અને હવે હિન્દુ ધર્મ અપનાવતા તેનુ નામ સોનમ રાખવામાં આવ્યુ છે.આ લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરવામાં આવ્યા હતા.જેમા બિશારતગંજમાં રહેનારી સોનમે બાજુમા ગામમાં રહેનારા છોકરા સાથે પ્રેમ કરતી હતી.અને બન્ને પુખ્ત વયના હોવાથી લગ્નગ્રંથીએ જોડાયા હતા.પ્રેમ લગ્ન કરનાર આ યુગલને પોતાની જીવનું જોખમ હોવાથી તેમણે પોલીસ પાસે રક્ષણ માંગ્યુ હતું.

Share Now