આવકવેરા વિભાગે ચેરિટેબલ ટ્રસ્ટ, પગારદાર સહિત 8 હજાર લોકોને નોટિસ ફટકારી, કરચોરીની આશંકા

121

– આગામી દિવસોમાં પણ વિભાગ અન્ય લોકોને નોટીસ મોકલી શકે છે
– અધિકારીઓના જણાવ્યા અનુસાર કરદાતાએ પોતાની કમાણી અનુરુપ દાન આપ્યુ નથી

આવકવેરા વિભાગે લગભગ 8 હજાર કરદાતાઓને નોટિસ મોકલી છે.આમાં એવા ચેરિટેબલ ટ્રસ્ટોનો સમાવેશ થાય છે કે જેઓ કરચોરીના પ્રયાસની શંકામાં મોટા દાન તરફ વળ્યા છે.અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેટા એનાલિટિક્સ દર્શાવે છે કે આ કરદાતાઓ તેમની આવક અને ખર્ચના પ્રમાણમાં દાન આપતા હતા.કંપનીઓ ઉપરાંત જે લોકોને નોટિસ મોકલવામાં આવી છે તેમાં પગારદાર અને સેલ્ફ એમ્પલોઈડનો પણ સમાવેશ થાય છે.

અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ વ્યક્તિઓ અને સંસ્થાઓએ તેમની કમાણી મુજબ દાન આપ્યું નથી.આ લોકોએ કરમાંથી મુક્તિ મેળવવા અથવા ટેક્સ સ્લેબ ઘટાડવા માટે જરૂરી હોય તેટલી રકમ દાનમાં આપી છે.અધીકારીઓ હવે સ્વતંત્ર ટેક્સ નિષ્ણાતોની તપાસ કરી રહ્યા છે જેમણે આ વ્યવહારોની સુવિધા આપી હતી. સુત્રોમાંથી મળતી જાણકારી મુજબ આ નોટીસ માર્ચના મધ્યમાં અને એપ્રિલના શરુઆતના દિવસોમાં મોકલવામાં આવી છે.નોટીસ એવા લોકોને મોકલવામાં આવી છે જેણે 2017-18 અને 2020-21ના રિર્ટન ફાઈલ દરમિયાન ગડબડી કરી છે.કેટલાક અન્ય લોકોને આગામી દિવસોમાં નોટીસ મોકલવામાં આવી શકે છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર કરદાતાએ પોતાની કમાણી અનુરુપ દાન આપ્યુ નથી.એવા ઘણા લોકો છે જેણે ચેરિટેબલ ટ્રસ્ટો પાસેથી કમીશન આપીને દાનની પહોંચ મેવળી છે.આવકવેરા વિભાગ આ તમામ ટ્રસ્ટોને પણ ટ્રેક કરી રહ્યા છે જો કરદાતાઓને ફર્જી બિલ આપવાની ઓફર કરતા હોય છે.આ ચેરિટેબલ ટ્રસ્ટ પર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.જો તપાસ દરમિયાન કોઈપણ વિસંગતતા જાણવા મળશે તો આવા ચેરિટેબલ ટ્રસ્ટો પાસેથી ટેક્સ મુક્તિનો દરજ્જો છીનવી લેવામાં આવશે.કરદાતાઓ માટેની છુટ તેમની કરપાત્ર આવક ઘટાડવા અને કર બચાવવા અને કેટલાક સારા લાંબા ગાળાના રોકાણો કરવા માટેનો વ્યવહારુ માર્ગ છે.કરદાતા કરમુક્તિનો દાવો કરીને તેના કરની રકમનો અમુક ભાગ અથવા તમામ બચત કરી શકે છે.

Share Now