અમારા પર હુમલો કર્યો તો તેલ અવીવ શહેરને બરબાદ કરી નાંખીશુ : ઈરાન

50

નવી દિલ્હી,તા.19 એપ્રિલ 2023,બુધવાર : ખાડી દેશોના રાજકીય તાપમાનનો પારો ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ટકરાવના કારણે ઉપર જઈ રહ્યો છે.ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ આર્મી ડેની ઉજવણી નિમિત્તે ઈઝરાયેલને ધમકી આપતા કહ્યુ છે કે, જો ઈરાન સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી તો તેનુ પરિણામ બહુ ખરાબ આવશે.આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ઈરાની સરખામણી નાઝી સરકાર સાથે કરી ચુકયા છે.ઈરાન પણ એવુ માને છે કે, અમારા ન્યુક્લિયર પ્રોગ્રામમાં રોડા નાંખવા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે.

દરમિયાન ઈરાનના રાષ્ટ્રપતિએ આગ કહ્યુ હતુ કે, ઈઝરાયેલ જો કોઈ પણ આક્રમક પગલુ ભશે તો ઈઝરાયેલના તેલ અવીવ શહેરને અમે બરબાદ કરી દઈશું.ઈરાન એટલા માટ પણ અકળાયેલુ છે કે, ઈઝરાયેલ સિરિયામાં ઈરાન સમર્થિક જૂથો પર સતત હવાઈ હુમલા કરી રહ્યુ છે.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ વર્ષો જૂની છે અને તેમાં હવે વધારે ઉગ્રતા જોવા મળી રહી છે.જેના પગલે બને દેશો વચ્ચે લશ્કરી અથડામણની શક્યતાઓ પણ જાણકારો જોઈ રહ્યા છે.

Share Now