મહારાષ્ટ્રમાં અતીક અહેમદ અને અશરફને શહીદ ગણાવતા પોસ્ટર લાગ્યા : 3 આરોપીની ધરપકડ

48

– પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 293, 294 અને 153 હેઠળ કેસ દાખલ કર્યો

મુંબઈ, તા. 19 એપ્રિલ 2023, બુધવાર : માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને પોસ્ટરોમાં શદીહ ગણાવવા મામલે પોલીસે કાર્યવાહી કરી છે.પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ વિરુદ્ધ વિભિન્ન કલમોમાં કેસ પણ દાખલ કર્યો છે.પોલીસે આ કાર્યવાહી વિશ્વ હિન્દુ પરિષદના નેતાની ફરિયાદ પર કરી છે.

મહારાષ્ટ્રના બીડમાં અતીક અને તેના ભાઈ અશરફના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.પોસ્ટરમાં બંને ભાઈઓને શહીદ ગણાવવામાં આવ્યા છે.પોસ્ટરોની માહિતી મળતા જ પોલીસે તેને હટાવી લીધા છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 293, 294 અને 153 હેઠળ કેસ દાખલ કર્યો છે.

બીડના માજલગાંવમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદના સમર્થનમાં લગાવવામાં આવેલા બેનરોમાં જાહેરમાં બંનેની કરેલી હત્યાની નિંદા કરવામાં આવી છે.માહિતી મળતાની સાથે જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.તેમજ આ બેનર પણ તાત્કાલિક હટાવી દેવામાં આવ્યું છે.પોલીસે જણાવ્યું કે, આ બેનર મોહસીન ભૈયા મિત્ર મંડળે લગાવ્યું હતું.આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ મોહસીન પટેલને શોધી રહી છે.

Share Now