કોરોના વકર્યો! 24 કલાકમાં 12591 નવા કેસથી ફફડાટ, 29 લોકોના મોત

71

– બુધવારે કોરોનાના 10542 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે અગાઉ મંગળવારે 7633 કેસ નોંધાયા હતા
– જ્યારે ચેપનો દર વધીને 38 ટકા થઈ ગયો

ભારતમાં કોરોનાએ ફરી એકવાર પગ ફેલાવવાનું શરૂ કર્યું છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 12591 કેસ નોંધાયા છે.આ દરમિયાન 29 લોકોના મોત થયા છે.તે જ સમયે, પોઝિટિવિટી રેટ પણ 5% થી ઉપર પહોંચી ગયો છે.આ પહેલા બુધવારે કોરોનાના 10542 નવા કેસ સામે આવ્યા હતા.જ્યારે અગાઉ મંગળવારે 7633 કેસ નોંધાયા હતા.

કોરોનાએ ફરી વકર્યો, હવે મૃત્યુઆંક ડરાવા લાગ્યો છે

આ પહેલા બુધવારે દેશમાં કોરોનાના 10,542 નવા દર્દીઓ મળી આવ્યા હતા.જ્યારે ચેપનો દર વધીને 38 ટકા થઈ ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મહામારીને કારણે બુધવારે 29 સંક્રમિત લોકોના મોત થયા છે.એક દિવસ પહેલા એટલે કે મંગળવારે 11 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.

Share Now